ભાંગી નાખું તોડી નાખું, ભુક્કો કરી નાખું ..! જો તમને પણ આમ ગુસ્સો આવતો હોય તો પહોંચી જાવ રાજકોટના ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં, જુઓ PHOTOS

કોઈ વ્યક્તિ ખુશ હોય તો તેની ખુશી હર કોઈને વ્યક્ત કરે છે, પરંતુ જો દુખ આવે તો વ્યક્તિ પોતાની વાત ક્યાં કરવા જાય, પરંતુ હવે ચિંતા નથી કારણ કે રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જઈને તમે પોતાનો ગુસ્સો મનફાવે તે રીતે ઉતારી શકો છો.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jul 31, 2023 | 6:06 PM
આપણા જીવનમાં ઘણા નાના મોટા ઉતાર ચઢાવ આવતા હોય છે. જેના કારણે ઘણી વખત આપણે ખુબ ખુશ થઈ જઈએ છીએ, તો ક્યારેક આપણે ખુબ જ ગુસ્સે થઈ જઈએ છીએ. જો આપણે ખુશ થઈએ તો આપણે આપણી ખુશી બીજા સામે બેફીકર રીતે વ્યક્ત કરી શકીએ. પણ જ્યારે વાત ગુસ્સાની આવે ત્યારે ભલ ભલા લોકો પોતાનો આપા ખોઈ બેસે છે.

1 / 7
ઘણી વખત એવુ પણ થાય કે આપણે આપણા ગુસ્સાને અંદર જ દબાવીને રાખવો પડે. પણ હવે એવુ નહીં થાય કારણ કે રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જઈને તમે પોતાનો ગુસ્સો મનફાવે તે રીતે ઉતારી શકો છો.

2 / 7
આ સાંભળીને કદાચ તમને આશ્ચર્યનજક લાગશે પણ આ હકિકત છે. રાજકોટના એક ગ્રુપ દ્વારા ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં તમે તમારો ગુસ્સો મનફાવે તેમ અને તમને મજા આવે તે રીતે તમે ઉતારી શકો છો. પત્ની સાથે ઝઘડો થયો હોય કે ગર્લફ્રેન્ડ સાથે, તેની ખીજ તમે અહિંયા આવીને ઉતારી શકો છો. અહિંયા તમને જજ કરનાર પણ કોઈ નહીં હોય અને કોણ શું કહેશે તેની ચિંતા પણ નહીં રહે.

3 / 7
ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરનાર ખુશી સોનીએ કહ્યું કે અમારે કંઈક નવું કરવું હતું. જેથી અમે વિચારતા હતા કે શું કરવું. વિચારતા વિચારતા અમે પોતે ચિંતામાં આવી જતા. જેથી આ વાત પરથી અમને આઈડિયા આવ્યો કે કેમ આપણે ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ ન કરીએ. આ વિચાર આવતા જ તેમને રાજકોટમાં  ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ કર્યો જ્યાં લોકો પોતાનો ગુસ્સો આવીને ઠાલવી શકે છે.

4 / 7
ખુશીએ કહ્યું કે આ રૂમમાં 65 વર્ષના લોકો પણ આવે છે અને ટીનેજ પણ આવે છે. પત્ની સાથે ઝઘડો થયો હોય તેવા લોકો પણ અહીં આવે છે અને પ્રેમમાં દગો મળ્યો હોય તેવા લોકો પણ અહિંયા આવે છે. ખુશીએ અહિંયાના ભાવ વિશે વાત કરતા તેમને કહ્યું કે અમે નોર્મલ ચાર્જ રાખ્યો છે અહિંયા 199 રૂપિયા ચાર્જ રાખ્યો છે. જેમાં તે 3 મિનિટ સુધી પોતાનો ગુસ્સો આ રૂમમાં ઠાલવી શકે છે.

5 / 7
ખુશીનું કહેવુ છે કે આપણે ઘરમાં તોડફોડ કરીને આપણો ગુસ્સો ઠાલવી શકતા નથી. જેથી અમે અહિંયા એવી રીતે આખો રૂમ ડિઝાઈન કર્યો છે કે તે તેનો ગુસ્સો અહિંયા ઠાલવી શકે. લોકોની સેફ્ટી માટે કોસ્ચ્યુમ અને હેલ્મેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કોઈને ઈજા કે નુકસાન ન થાય.

6 / 7
આ સાથે જ અહિંયા જે પણ લોકો આ ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં આવે છે તેને પહેલા એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવે છે. જેમાં કહેવામાં આવે છે કે ગુસ્સો ઠાલવતી વખતે જો કોઈ ઈજા થાય તો જવાબદારી પોતાની રહેશે. જેથી કરીને પાછળથી બીજા કોઈ ઈશ્યુ રહે નહીં.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">