પત્ની પ્રોફેસર, 3 દીકરીઓ જમાઈ, IPS ઓફિસર દીકરીએ આણંદમાં કર્યો છે અભ્યાસ જુઓ પૂર્વ પીએમ મનમોહન સિંહનો પરિવાર
દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે 27 ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પર આખો દેશ શોકમાં છે. તો આજે આપણે મનમોહન સિંહના પરિવાર વિશે જાણીએ.

મનમોહન સિંહના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે. તેમજ મનમોહન સિંહના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ.

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગુરમુખ સિંહ કોહલી અને અમૃત કૌર પંજાબી શીખ વેપારીઓના પરિવારમાં થયો હતો.તે ખૂબ જ નાના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતુ. તેમના દાદી જમના દેવીએ તેમનો ઉછેર કર્યો અને તેઓ તેમની ખૂબ જ નજીક હતા.

પૂવ પીએમ મનમોહન સિંહના પરિવાર વિશે જાણો

મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો હતો.

રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે સરકારમાં ઘણા મહત્વપૂર્ણ વહીવટી પદો સંભાળ્યા હતા, જેમાં મુખ્ય આર્થિક સલાહકાર, રિઝર્વ બેંકના ગવર્નર અને આયોજન પંચના ઉપાધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાનો સમાવેશ થાય છે.

92 વર્ષની વયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે 2 કાર્યકાળ દરમિયાન ભારતના વડાપ્રધાનમંત્રીના રુપમાં સેવા આપી અને દેશના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે,

મનમોહન સિંહે વર્ષ 1958માં ગુરશરણ કૌર સિંહ સાથે લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે, ગુરશરણ ઈતિહાસની પ્રોફેસર અને એક લેખિકા પણ રહી ચૂક્યા છે. તેમને 3 દીકરીઓ છે. જેનું નામ અમૃત સિંહ, દમન સિંહ અને ઉપિંદર સિંહ છે.

વીકીપીડિયા પર મળતી જાણકારી અનુસાર મનમોહન સિંહની મોટી દીકરી ઉપવિંદર સિહં એક જાણીતી ઈતિહાસકાર છે. ઉપવિંદર સિંહ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજની પૂર્વ વિદ્યાર્થીની છે. તેમણે કેનેડાના મેકગિલ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કર્યું છે. તેમજ માસ્ટર ઓફ આર્ટસ અને ઈતિહાસમાં એમ,ફિલ પણ કર્યું છે.

મનમોહન સિંહની મોટી દીકરીના લગ્ન દર્શનશાસ્ત્રના પ્રોફેસર વિજય તન્ખા સાથે થયા છે. તેને 2 દીકરા છે. મનમોહન સિંહની બીજી દીકરીનું નામ દમન સિંહ છે. તે એક લેખિકા છે.

દમન સિંહે સેન્ટ સ્ટીફંસ કોલેજ,દિલ્હી અને ઈન્સ્ટીટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ , ગુજરાતમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેના લગ્ન આઈપીએસ અધિકારી અશોક પટનાયક સાથે થયા છે.

મનમોહન સિંહની ત્રીજી અને નાની દીકરી અમૃત સિંહ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયનમાં એક વકીલ છે. મનમોહન સિંહને 1987માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે.

2004માં ડૉ.મનમોહન સિંહ ભારતના 13મા વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેમના નેતૃત્વમાં ભારતે માત્ર આર્થિક વિકાસ જ નથી કર્યો પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છબી પણ મજબૂત કરી હતી.

તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને 1993 અને 1994માં 'નાણા પ્રધાન ઓફ ધ યર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે.

તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કરી ચૂક્યા છે.

































































