Photo Story: જાણો વરસાદની સાથે કેમ ચમકે છે વિજળી અને જમીન પર પડ્યા બાદ તેનું શુ થાય છે?
વાદળો વચ્ચેની અથડામણ એટલી જોરદાર હોય છે કે તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળી સૂર્યની સપાટી કરતા ત્રણ ગણી વધારે ગરમ હોય છે. આ દરમિયાન જોરથી ગર્જનાનો અવાજ પણ ઉત્પન્ન થાય છે. જોરદાર અવાજ અને વીજળીની ચમક સાથે વરસાદ આવે છે.

જો સરળ શબ્દોમાં કહીએ તો વાદળોની અંદર ગરમ હવાના કણો ઉપર જવા માંગે છે અને આ સમય દરમિયાન તેઓ ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે અને આ વીજળીનો ચમક બનાવે છે. વાદળો વચ્ચેની અથડામણ એટલી જોરદાર હોય છે કે તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળી સૂર્યની સપાટી કરતા ત્રણ ગણી વધારે ગરમ હોય છે. આ દરમિયાન જોરથી ગર્જનાનો અવાજ પણ ઉત્પન્ન થાય છે. જોરદાર અવાજ અને વીજળીની ચમક સાથે વરસાદ આવે છે.

અહેવાલ મુજબ આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ટોચની સપાટી કરતા વધારે છે. તેની ક્ષમતા 300 કિલોવૉટ કરતા વધુ ચાર્જની હોય છે. આ વીજળી એક સેકન્ડ કરતા પણ ઓછી સમય માટે રહે છે. બપોરના સમયે વિજળી પડવાની શક્યતા વધુ હોય છે

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા પછી એવું માધ્યમ શોધે છે જ્યાંથી તે પસાર થઈ શકે છે.

જો આ અવકાશી વીજળી ઈલેક્ટ્રિક ધ્રુવોના સંપર્કમાં આવે છે તો તે તેના માટે કંડક્ટર (સંચાલક) તરીકે કાર્ય કરે છે, પરંતુ તે સમયે જ્યારે કોઈ તેની પરિઘિમાં આવે છે તો તે ચાર્જ માટે શ્રેષ્ઠ વાહક તરીકે કાર્ય કરે છે. તે મનુષ્યના માથા, ગળા અને ખભા પર સૌથી વધુ અસર કરે છે.

જો તમે વાવાઝોડા સમયે ઘરની અંદર હોવ તો ઘરની અંદર જ રહેવું જોઈએ. વીજળી ઉત્પન્ન કરતી ચીજોથી દૂર રાખો, જેમ કે રેડિએટર્સ, ફોન, મેટલ પાઈપ, સ્ટવ વગેરે. ઝાડની નીચે અથવા ખુલ્લા મેદાનમાં જવાનું ટાળો, જો તમે ખુલ્લા મેદાનમાં છો તો ઝડપથી જઈને બિલ્ડિંગમાં ઉભા રહો.