Eye Care Tips: આંખોમાં ઝાંખપ લાવી શકે છે આ આદત, જલ્દીથી જીવનશૈલીમાં ફેરફાર કરો
ઘણા લોકો આંખની સંભાળની અવગણના કરે છે. ઘણી બિનઆરોગ્યપ્રદ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે. આવો જાણીએ કઈ છે તે આદતો.

ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે આ દિવસોમાં ઘણા લોકો તેમની આંખોની રોશની ગુમાવે છે. આવી સ્થિતિમાં કેટલીક ખરાબ આદતોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

સન ગ્લાસ - હાનિકારક યુવી કિરણો તમારી દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે મોતિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તડકામાં નિકળતી વખતે તમે સનગ્લાસનો ઉપયોગ કરો.

બિનઆરોગ્યપ્રદ આહાર - વધુ પડતા જંક ફૂડ અથવા બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન ન કરો. તેના બદલે, આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક, વિટામિન સી અને ઇ અને લીલા પાંદડાવાળા ખોરાકનો સમાવેશ કરો.

અપુર્તિ ઉંઘ પણ આંખઓની રોશની પર અસર કરી શકે છે. અપુર્તિ ઉંઘના કારણે આંખોના સ્નાયુઓ માં ખેચાણ અનુભવાય છે. જે બાદમાં આંખોને નુકસાન કરી શકે છે.

સ્ક્રીન ટાઈમ - આ દિવસોમાં કામના કારણે લોકોને લાંબા સમય સુધી લેપટોપ કે કંમ્પ્યુટરની સ્ક્રિન પર કામ કરવું પડતું હોય છે. તેનાથી આંખોની રોશનીમાં ઝાંખપ આવવાની શક્યતા રહે છે. તેથી તે મહત્વનું છે કે તમે દર 20 મિનિટે બ્રેક લેતા રહો.

ડિહાઇડ્રેશન - ઘણા લોકો પૂરતું પાણી પીતા નથી. તેનાથી આંખોની રોશની પણ ઘટી શકે છે. એટલા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે આંખોની રોશની જાળવવામાં મદદ કરે છે.