AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપ પહેલા મોટા સમાચાર, Dream11 નહીં હોય ટીમ ઈન્ડિયાનું ટાઇટલ સ્પોન્સર

સંસદે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ 2025 પસાર કર્યું છે, જે ફેન્ટસી સ્પોર્ટ્સ, પોકર અને રમી સહિત વાસ્તવિક પૈસાવાળી ઓનલાઈન ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. ફક્ત ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને મંજૂરી આપવામાં આવી છે.

| Updated on: Aug 24, 2025 | 12:31 PM
Share
ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 એ એશિયા કપ 2025ના થોડા અઠવાડિયા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ટાઇટલ સ્પોન્સર તરીકે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડ્રીમ11 તેના સ્પોન્સર ડીલને ચાલુ રાખવા માટે તૈયાર નથી. નવો કાયદો ફેન્ટસી સ્પોર્ટ્સ, પોકર અને રમી સહિત તમામ રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયાનું ટાઈટલ સ્પોન્સર કરતી મની ગેમિંગ ડ્રીમ11 એપ સ્પોનસરશીપ નહીં મેળવી શકે.

1 / 6
સંસદે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 પસાર કર્યું છે, જે ફેન્ટસી સ્પોર્ટ્સ, પોકર અને રમી સહિત રિયલ મની ઓનલાઈન ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. ફક્ત ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લંઘન પર ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

2 / 6
BCCI સચિવ દેવજીત સૈકિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે બોર્ડ કાયદાનું સંપૂર્ણ પાલન કરશે. સૈકિયાએ કહ્યું કે જો તેની અનુમતી નથી, તો અમે તેમ જ કરી કાયદાનું પાલન કરીશું . BCCI કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલી દેશની દરેક નીતિનું પાલન કરશે.

3 / 6
શું ટીમ ટાઇટલ સ્પોન્સર વિના એશિયા કપ રમશે?: ખાસ વાત એ છે કે જો 9 સપ્ટેમ્બરે UAEમાં શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા Dream11 ની જગ્યાએ કોઈ અન્ય સ્પોન્સર ન મળે, તો ભારતીય ક્રિકેટ ટીમ કોઈપણ ટાઇટલ સ્પોન્સર વિના એશિયા કપમાં મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે Dream11 બ્રાન્ડિંગવાળી જર્સી પહેલાથી જ છાપવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. BCCI જર્સી સ્પોન્સર રાઇટ્સ માટે નવી બોલીઓ લગાવામાં આવી શકે છે. Dream11એ 2023 માં BCCI સાથે રૂ. 358 કરોડની ડીલ કરી હતી.

4 / 6
નવા કાયદાએ Dream11 ના મુખ્ય સંચાલનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, Dream Sports ના CEO હર્ષ જૈને અગાઉ કર્મચારીઓને એક આંતરિક નોંધમાં જણાવ્યું હતું કે Dream11 ની પેઇડ સ્પર્ધા ટુર્નામેન્ટ ચાલુ રાખવા માટે "કોઈ કાનૂની રસ્તો" નથી. કંપની એક સંક્રમણ યોજના તૈયાર કરી રહી છે અને તેના વિશે પૂર્ણ-સમય અને કરાર આધારિત કામદારો બંનેને જાણ કરી છે.

5 / 6
Dream11, જેણે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં પોતાનો આધાર પાછો લાવ્યો હતો, તેણે નાણાકીય વર્ષ 24 માં રૂ. 9,600 કરોડની આવક ઉભી કરી હતી, જે મુખ્યત્વે વર્લ્ડ કપમાં ભાગ લેવાથી આવી હતી. 28 કરોડથી વધુ વપરાશકર્તાઓ અને ભારતીય ક્રિકેટ સાથે ઊંડા જોડાણ સાથે, આ પ્રતિબંધ ડ્રીમ સ્પોર્ટ્સના મુખ્ય પ્લેટફોર્મ માટે મોટો ફટકો છે. કંપની હવે ફેનકોડ, ડ્રીમસેટગો અને ડ્રીમ ગેમ સ્ટુડિયો સહિત તેના અન્ય વર્ટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

6 / 6

Gold Price Today : ભાદરવાની શરુઆતની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો, ચાંદી પણ ઓલટાઈમ હાઈ પર પહોંચી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">