Stock Market: કાલે બજાર ખુલતાની સાથે જ આ શેરોમાં એક્શન જોવા મળશે! શું તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે?
ગયા શુક્રવારે (20 જૂન) બજાર બંધ થયા પછી ઘણી કંપનીઓ સંબંધિત ખાસ માહિતી બહાર આવી હતી, જેની અસર સોમવાર 23 જૂને બજાર ખુલતાની સાથે જોવા મળી શકે છે.

સોમવારે TCS, ઇન્ફોસિસ જેવા ભારતીય IT સ્ટોક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગ્લોબલ સોફ્ટવેર કંપની એક્સેન્ચરે શુક્રવારે પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ 2025માં 6-7% ઇન્કમ ગ્રોથનું માર્ગદર્શન આપ્યું છે, જે અગાઉ 5-7% જેટલું હતું. ફોરેન એક્સચેન્જની અસર 0.2% પોઝિટિવ રહેશે. નવા બુકિંગમાં 6% ઘટાડો થયો પરંતુ જનરેટિવ AI બુકિંગ $1.5 બિલિયન રહ્યું હતું. યુએસમાં એક્સેન્ચરનો સ્ટોક 7% ઘટ્યો છે.

TCS: કંપનીએ યુરોપમાં 'સોફ્ટવેર-ડિફાઈન્ડ વ્હીકલ ઇનોવેશન' શરૂ કરી. કંપનીએ જર્મનીના મ્યુનિક અને વિલિંગેન-શ્વેનિંગેનમાં બે નવા ઓટોમોટિવ ડિલિવરી સેન્ટર ખોલ્યા. આ સિવાય રોમાનિયામાં એક એન્જિનિયરિંગ સેન્ટર પણ શરૂ કર્યું.

Granules India: 'યુએસ FDA'એ હૈદરાબાદના સંગારેડ્ડીમાં કંપનીના API યુનિટ-1નું નિરીક્ષણ કર્યું છે. 16-20 જૂન, 2025ના રોજ હાથ ધરાયેલી તપાસમાં ખામી જોવા મળી હતી. કંપનીએ કહ્યું કે, તે સમયસર આનો જવાબ આપશે.

LT ફૂડ્સ: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે 'ARM Ecopure'ના ઓર્ગેનિક સોયાબીન મીલ નિકાસ પર 340.7%ની ભારે કાઉન્ટર વેલિંગ ડ્યુટી (CVD) લાદી છે. જો કે, ઇકોપ્યોર કાનૂની વિકલ્પની શોધમાં છે.

બેંક ઓફ ઈન્ડિયા: 26 જૂનના રોજ, બેંક ઓફ ઈન્ડિયાનું બોર્ડ લાંબા ગાળાના ઈન્ફ્રા બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવાનું વિચારશે.

બાયોકોન: બાયોકોને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ. 4500 કરોડ ($523 મિલિયન) એકત્ર કર્યા.

BEL: કંપનીને 5 જૂનથી રૂ. 585 કરોડના નવા ડિફેન્સ ઓર્ડર મળ્યા છે. આમાં મિસાઈલ ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ, કોમ્યુનિકેશન સાધનો અને સ્પેરપાર્ટસનો સમાવેશ થાય છે.

Waaree Renewables: કંપનીના સોલાર EPC ઓર્ડરમાં રૂ. 246.92 કરોડનો વધારો થયો છે. હવે પ્રોજેક્ટનું કુલ મૂલ્ય રૂ. 1480.40 કરોડ થયું છે. ખાસ વાત તો એ કે, આ 2,012.47 મેગાવોટનો ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ છે.

Sai Life Sciences Block Deal: TPG એશિયાએ કંપનીમાં 10% હિસ્સો એટલે કે રૂ. 1,505 કરોડમાં વેચ્યો. શેર સરેરાશ રૂ. 722 પ્રતિ શેરના ભાવે વેચાયા. ખરીદદારોમાં આદિત્ય બિરલા સન લાઈફ MF, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા MFનો સમાવેશ થાય છે.

CEAT: 25 જૂનના રોજ, કંપની ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા ફંડ એકત્ર કરવાનું વિચારશે. બીજીબાજુ બંધન બેંકની વાત કરીએ તો, 'RBI'એ બંધન બેંકમાં ડિરેક્ટર તરીકે અરુણ કુમાર સિંહનો કાર્યકાળ 24 જૂનથી એક વર્ષ માટે લંબાવ્યો છે. 24 જૂન, 2024 થી RBI દ્વારા સિંહને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સ્મોલ ફાઇનાન્સ બેંક: 'RBI'એ શુક્રવારે સ્મોલ ફાઇનાન્સ બેંકો માટેના ઉધાર નિયમો હળવા કર્યા. પ્રાથમિકતા ક્ષેત્ર (કૃષિ, નાના ઉદ્યોગો) માટે અનિવાર્ય ઉધાર આવશ્યકતા 15% ઘટાડી.
(આ લેખમાં શેરબજાર સંબંધિત માહિતી ફક્ત જ્ઞાન માટે આપવામાં આવી છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી અનિવાર્ય છે.)
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































