એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ
કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલિસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા.


કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા.

"સાળંગપુરના દાદા અમદાવાદમાં" સૂત્રને સાર્થક કરતા છેલ્લા સાત દિવસથી કથા વાંચન ચાલી રહ્યું હતું, હરિપ્રકાશસ્વામી અથાણાવાળાના વક્તા પદે ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા દ્વારા ,લાખો યુવાનો વ્યસન અને ફેશનથી મુક્ત થઇ ધર્મ અને આધ્યાત્મિક માર્ગે વળ્યાં હતા.

સાત દિવસના ધામધૂમ પૂર્વક ઉજવાયેલા મહોત્સવના છેલ્લા દિવસે પુર્ણાહુતી પ્રસંગે .ગુજરાતના ધર્મપ્રેમી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્યો સાથે પધાર્યા હતા.

મુખ્ય મંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલનું સંચાલન હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા થશે, સરકાર જ્યાં જરૂર હશે ત્યાં સાથ સહકાર આપશે.

વધુમાં સીએમએ જણાવ્યું કે ,આપણને ખબર છે કે,વર્ષમાં એકવાર દિવાળી આવે પરંતું, યુગમાં એકવાર દિવાળી આવે એવી દિવાળી 22મી જાન્યુઆરીએ આવી રહી છે અને એના આપણે બધા સહભાગી થવાના છીએ. સંઘર્ષભરી પાછલી 5 સદીઓમાં લાખો રામભક્તોએ અગણિત બલિદાન આપ્યા અને પરિશ્રમ કર્યો છે. ત્યારે આ દિવ્ય સુખની અનુભૂતિ થવા જઇ રહી છે.

































































