Funny Indian Wedding Card : દવાની સ્ટ્રીપથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી…લગ્નના આ મજેદાર વેડિંગ કાર્ડે યુઝર્સને કર્યા દંગ
Viral wedding card : ભારતીયો લગ્નમાં હાજર રહેવામાં અને ક્રિએટિવિટીમાં સૌથી આગળ છે. ભારતમાં લગ્નને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. અને આ ઉત્સવમાં આમંત્રિત કરવા અનોખા વેડિંગ કાર્ડ પણ આપવામાં આવે છે. જેમાંના કેટલાક વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા.

વર્ષ 2022માં સોશિયલ મીડિયા પર એક દવાની સ્ટ્રીપ ખુબ વાયરલ થઈ હતી. હકીકતમાં તે એક વેડિંગ કાર્ડ હતો. આ કાર્ડ પર જોવા મળેલી નાનામાં નાની માહિતી જોઈ લોકો દંગ રહી ગયા હતા.

આ વેડિંગ કાર્ડમાં શરુઆતમાં સહપરિવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ અંતે કહેવામા આવ્યું છે કે આ કાર્ડ સાથે માત્ર 2 લોકોને એન્ટ્રી છે.

આ વેડિંગ કાર્ડમાં એક વિચિત્ર લાઈન લખવામાં આવી હતી. આ વેડિંગ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

આ કોઈ આધાર કાર્ડ નથી. આ કોઈ વેડિંગ કાર્ડ પણ નથી. આ લગ્નનું મેન્યૂ છે. જેમાં નીચે દુલ્હા-દુલ્હનો ફોટો પણ જોવા મળી રહ્યો છે.

ક્રિડિટ કાર્ડ સ્ટાઈલનો આ અનોખો વેડિંગ કાર્ડ જોઈ લોકો દંગ રહી ગયા હતા.

લગ્નનો ખર્ચો બતાવીને ગિફ્ટ આપવાની અપીલ કરતું અનોખુ વેડિંગ કાર્ડ.

દેશી ભાષાવાળું રમૂજી વેડિંગ કાર્ડ પણ થયું હતુ વાયરલ.

શર્માજી અને વર્માજીનો ઉલ્લેખ કરતો સરસ મજાનો વેડિંગ કાર્ડ.

માચિશના બોક્સ આકારનો અનોખો વેડિંગ કાર્ડ. લોકોએ આ કાર્ડ બનાવનાર વ્યક્તિની ક્રિએટિવિટિને સલામ કર્યા હતા.

ટેકનોલોજીના જમાનામાં વોટ્સએપ ચેટવાળું વેડિંગ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું હતું.