અન્ડર-19 શ્રીલંકામાં યોજાવાનો હતો, દક્ષિણ આફ્રિકા કેવી રીતે પહોંચ્યો ? જાણો ટૂર્નામેન્ટની સંપૂર્ણ વિગતો
આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપ આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થઈ રહ્યો છે, પરંતુ આ પહેલા આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં નહીં પણ શ્રીલંકામાં આયોજિત થવાનો હતો. નવેમ્બરમાં કંઈક એવું થયું કે ICCએ શ્રીલંકા પાસેથી હોસ્ટિંગના અધિકાર છીનવી લીધા અને દક્ષિણ આફ્રિકાને આપી દીધા.

દક્ષિણ આફ્રિકામાં આજથી અન્ડર-19 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. અન્ડર-19 સ્ટેજ દરેક ક્રિકેટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તે સ્ટેજ છે જ્યાંથી મોટાભાગના ખેલાડીઓ પસંદગીકારોના રડાર પર આવે છે અને સિનિયર ટીમ સુધી પહોંચે છે.

વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમ્સન, રોહિત શર્મા જેવા ખેલાડીઓ અન્ડર-19 સ્તર પર છાંટા પાડીને સિનિયર ટીમમાં પહોંચ્યા. સમગ્ર ક્રિકેટ જગતની નજર આ વર્લ્ડ કપ પર રહેશે અને દરેક વ્યક્તિ એ જાણવા માંગશે કે ભવિષ્યમાં ક્રિકેટની દુનિયામાં કયા સ્ટાર્સ હલચલ મચાવી શકે છે.

આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચે બ્લૂમફોન્ટેનમાં રમાશે.પરંતુ આ વર્લ્ડકપ અગાઉ દક્ષિણ આફ્રિકામાં રમાવાનો નહોતો. નવેમ્બરમાં કંઈક એવું બન્યું કે દક્ષિણ આફ્રિકાને આ વર્લ્ડ કપની યજમાની મળી.

આ પહેલા આ વર્લ્ડ કપ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં રમાવાનો હતો. પરંતુ નવેમ્બરમાં આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને આ ટૂર્નામેન્ટની યજમાની મળી. બે મહિનાની અંદર દક્ષિણ આફ્રિકાએ આ ટૂર્નામેન્ટ માટે પોતાને તૈયાર કરી લીધી. ICCએ શ્રીલંકાને તેના બોર્ડમાં સરકારની દખલગીરીને કારણે સસ્પેન્ડ કરી દીધું હતું.

આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. આ 16 ટીમોને ચાર-ચાર ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર-6 રાઉન્ડ થશે. જે બાદ ટોપ-4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ સ્ટેજ 28 જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ સુપર-6 રાઉન્ડ થશે જે 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ સેમિફાઈનલ 6 ફેબ્રુઆરીએ અને બીજી સેમિફાઈનલ 8 ફેબ્રુઆરીએ. આ પછી ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.
