ICC rule book EP 21 : બેટ્સમેન આઉટ છતાં નોટ આઉટ, જાણો ક્રિકેટનો સૌથી ચર્ચિત નિયમ
ક્રિકેટમાં બેટ્સમેન અને બોલર બંનેના માટે નક્કી નિયમો હોય છે. જો બોલર કોઈ નિયમનું ઉલ્લંઘન કરે, તો અમ્પાયર ‘No Ball’ જાહેર કરે છે. આ નિયમ ખૂબ મહત્વનો છે કારણ કે તે બેટ્સમેનને વધુ સુરક્ષા આપે છે અને રમતને બેલેન્સ રાખે છે. જ્યારે બોલર દ્વારા બોલ ફેંકતી વખતે અમુક નિયમોનું ઉલ્લંઘન થાય છે, ત્યારે અમ્પાયર તેને 'નો બોલ' જાહેર કરે છે. 'નો બોલ' એ એવી ડિલિવરી હોય છે જે નિયમો મુજબ યોગ્ય ન ગણાય. અમ્પાયર તરત હાથ ઉંચો કરીને તેનો ઈશારો કરે છે કે એ બોલ 'નો બોલ' છે.

જો બોલર નિયમ મુજબ બોલ ન ફેંકે તો અમ્પાયર ‘નો બોલ’ આપે છે. અમ્પાયર હાથ જમણી તરફ અધડો ઊંચો કરીને તેનો ઈશારો કરે છે.

જ્યારે બોલરનો પગ બોલિંગ કરતા નોન સ્ટ્રાઈકર એન્ડ પરની લાઈન બહાર જાય ત્યારે તે નો બોલ ગણાય છે. ક્રિકેટમાં આ સૌથી સામાન્ય કારણ છે નો બોલ માટે.

જ્યારે બોલરે ફેંકેલો બોલ બેટ્સમેન સુધી પહોંચે એ પહેલા પિચની બહાર પડે, બોલ બે વખત બાઉન્સ થઈ બેટ્સમેન સુધી પહોંચે, વિકેટકીપર સ્ટમ્પની આગળથી બોલ પકડે ત્યારે પણ 'નો બોલ' ગણાય છે. ત્યારે પણ 'નો બોલ' ગણાય છે.

બોલરે ફેંકેલો બોલ બેટ્સમેનની કમરના ભાગથી ઉપરના ભાગ પર હોય ત્યારે પણ અમ્પાયર નો બોલ જાહેર કરે છે. આ અંગે બંને ટીમ રિવ્યુ લઈ ચેક પણ કરી શકે છે. આ પ્રકારે જાહેર થીરલ નો બોલ પર અનેકવાર વિવાદ પણ થયા છે.

'નો બોલ' જાહેર થતા જ બેટિંગ કરનારી ટીમને એક એકસ્ટ્રા રન મળે છે અને તે બોલ ઓવરમાં ગણાતો નથી, પણ તેના પર લેવાયેલ રન બેટિંગ ટીમના સ્કોરકાર્ડમાં ગણાય છે.

'નો બોલ' પર રન આઉટ સિવાય અન્ય કોઈ પણ રીતે બેટ્સમેન આઉટ થાય તો આપણ આઉટ ગણાતો નથી. બોલરની ભૂલના કારણે બેટ્સમેનને જીવનદાન મળે છે.

ODI અને T20 ફોર્મેટમાં નો બોલ પર ફ્રી હિટ મળે છે, જેમાં નો બોલ પછીનો બીજો બોલ ફ્રી હિટ હોય છે, ફરી હિટમાં બોલર આઉટ થાય તો પણ નોટ આઉટ જ રહે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
