ICC rule book EP 4 : ક્રિકેટમાં બોલને લગતો ICC નો નિયમ શું છે ? તમે જાણો છો?
ક્રિકેટની રમત ખેલ ભાવવા એન નિયમ અનુસાર યોજાય એ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં કયા નિયમમાં શું છે તેના વિશે મોટાભાગના ક્રિકેટ ફેન્સને ખરબ નથી. ICC રૂલબુક સીરિઝમાં આ તમામ નિયમો વિશે માહિતી આપવામાં આવશે. આજે ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ચોથો નિયમ શું છે? તેના વિશે જણાવીશું.

ICCની ઓફિશિયલ રૂલબુક મુજબ ક્રિકેટનો ચોથો નિયમ "The Ball" (બોલ) છે, જે બોલના માપદંડો અને નિયમોને સમજાવે છે.

નિયમ નં. 4 અનુસાર, ક્રિકેટમાં વપરાતા બોલનું વજન 155.9 ગ્રામથી 163 ગ્રામ અને પહોળાઈ 22.4 થી 22.9 સેન્ટીમીટર હોવું જરૂરી છે. મેચ શરૂ થતા પહેલા અમ્પાયરો બોલને ચકાસી રમવા માટે મંજૂરી આપે છે.

બોલની દેખરેખ અમ્પાયરો રાખે છે. જો બોલ ખોવાઈ જાય, બોલને કોઈ નુકસાન થાય, કે રમવા લાયક ન રહે, તો અમ્પાયરો નવો બોલ બદલવાની પરવાનગી આપી શકે છે. પણ નવો બોલ જૂના બોલ જેટલો જ જૂનો (રમાયેલો) હોવો જોઈએ.

ટેસ્ટ મેચોમાં 80 ઓવર બાદ નવી બોલ લેવાનો વિકલ્પ હોય છે. જ્યારે વનડે અને T20માં એક જ બોલથી આખી ઈનિંગ રમાય છે, પરંતુ જો બોર્ડે નક્કી કરેલું હોય તો મિડ ઈનિંગમાં બોલ બદલી શકાય છે.

બોલ સાથે કોઈપણ જાતની છેડછાડ નહીં થાય એ સુનિશ્ચિત કરવું અમ્પાયરોનું કામ છે. જો ખેલાડીઓ દ્વારા બોલ સાથે છેડછાડ થાય, તો તે “unfair play” ગણાય છે અને તેના માટે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
