Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મ અને ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 9 માર્ચ, બુધવારના રોજ નિવૃત્તિની ઘોષણા કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:38 AM
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંતે (Shantakumaran Sreesanth) ક્રિકેટના તમામ ફોર્મ અને ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 9 માર્ચ, બુધવારના રોજ નિવૃત્તિની ઘોષણા કરતા, 39 વર્ષીય શ્રીસંતે કહ્યું કે તે નવી પેઢીની ખાતર પોતાની કારકિર્દીનો અંત લાવી રહ્યો છે. શ્રીસંતની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. આવો જોઈએ શ્રીસંતના કરિયરની ખાસ હાઈલાઈટ્સ.

1 / 7
2005માં ભારતીય વનડે ટીમમાં જગ્યા બનાવ્યા બાદ શ્રીસંત 2006માં ટેસ્ટ ટીમમાં આવ્યો અને ધમાલ મચાવી. તે વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જોહાનિસબર્ગમાં ભારતને પ્રથમ વખત જીત અપાવવામાં શ્રીસંતની સૌથી મોટી ભૂમિકા હતી. આ મેચમાં શ્રીસંતે આન્દ્રે નેલને સિક્સર ફટકાર્યા બાદ તેની સાથે ડાન્સ કરીને ઉજવણી કરી હતી. ત્યારબાદ એક ઇનિંગમાં 5 વિકેટ સહિત કુલ 8 વિકેટ લીધી અને વિજય અપાવ્યો હતો.

2 / 7
આ પછી 2007ના T20 વર્લ્ડ કપને કોણ ભૂલી શકે. શ્રીસંતે તેની કારકિર્દીનો સૌથી યાદગાર કેચ જોહાનિસબર્ગમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકનો કેચ ઝડપ્યો હતો. ભારતને એકમાત્ર T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

3 / 7
શ્રીસંત હંમેશા ચર્ચામાં રહે છે અને ઘણી વખત આને લઈને વિવાદ પણ થયો હતો. તે 2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો અને તે દરમિયાન તેની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. મેચ બાદ મુંબઈના ભારતીય સ્પિનર ​​હરભજન સિંહ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે બાદ હરભજને તેને થપ્પડ મારી હતી અને તે રડવા લાગ્યો હતો.

4 / 7
દક્ષિણ આફ્રિકાના બીજા પ્રવાસમાં પણ શ્રીસંતે યાદગાર પ્રદર્શન કર્યું હતું અને તેની કારકિર્દીનો તે બોલ, જે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, તે 2010માં ડરબનમાં આવ્યો હતો, જ્યાં તેણે કાલિસને ખતરનાક બાઉન્સર પર આઉટ કર્યો હતો.

5 / 7
2007 પછી, શ્રીસંત 2011 માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. જોકે, તેમાં તેણે માત્ર પ્રથમ મેચ અને અંતિમ મેચ જ રમી હતી. બંને મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી.

6 / 7
પરંતુ તેની કારકિર્દીની સૌથી ખરાબ ક્ષણ 2013 માં જોવા મળી હતી જ્યારે આ પેસરને IPL સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાંથી શ્રીસંતનું નામ હટાવવામાં ઘણો સમય લાગ્યો હતો. 2019 માં, સુપ્રીમ કોર્ટે તેના પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરી દીધો અને 2020-21 માં, તેણે કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">