ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 28 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ
દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના નિષ્ફળ ગઈ, પરંતુ તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. મંધાનાએ 28 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ મહિલા વર્લ્ડ કપની 10મી મેચમાં ઈતિહાસ રચ્યો. દક્ષિણ આફ્રિકા સામે રમતી વખતે મંધાનાએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

દક્ષિણ આફ્રિકા સામે સ્મૃતિ મંધાનાએ 13 રન કરતાની સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં વનડેમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ખેલાડી બની. મંધાનાએ 28 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો.

અઠ્ઠાવીસ વર્ષ પહેલા 1997માં, ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે એક કેલેન્ડર વર્ષમાં 970 ODI રન બનાવ્યા હતા. મંધાના હવે તેનાથી આગળ નીકળી ગઈ છે. મંધાના અને બેલિન્ડા એકમાત્ર બે ખેલાડી છે જેમણે એક કેલેન્ડર વર્ષમાં 900 થી વધુ રન બનાવ્યા છે.

જોકે, મંધાના વર્લ્ડ કપ 2025માં સતત ત્રીજી મેચમાં નિષ્ફળ રહી હતી. તેણી દક્ષિણ આફ્રિકા સામે માત્ર 23 રન બનાવી શકી. તેણીએ પાકિસ્તાન સામે પણ 23 રન બનાવ્યા હતા. મંધાના શ્રીલંકા સામે માત્ર 8 રન બનાવી આઈટ થઈ હતી.

સ્મૃતિ મંધાનાએ મહિલા વર્લ્ડ કપ 2025માં અત્યાર સુધી ત્રણ મેચમાં ફક્ત 54 રન બનાવ્યા છે. તેની સરેરાશ ફક્ત 18 છે અને તેમનો સ્ટ્રાઈક રેટ ફક્ત 72.9 છે. (All Photo Credit : PTI / GETTY)
ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
