AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs IND: 15 ઓગસ્ટે શરૂ થશે ભારત-શ્રીલંકા ટેસ્ટ, ભારતીય ક્રિકેટમાં બીજી વખત બનશે અનોખો સંયોગ

ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટે ગાલેમાં રમાશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું બનશે કે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ મેચ સ્વતંત્રતા દિવસના રોજ શરૂ થશે. અગાઉ 2014માં ઈંગ્લેન્ડ સામે આવો સંયોગ સર્જાયો હતો.

SL vs IND: 15 ઓગસ્ટે શરૂ થશે ભારત-શ્રીલંકા ટેસ્ટ, ભારતીય ક્રિકેટમાં બીજી વખત બનશે અનોખો સંયોગ
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Jul 21, 2026 | 4:28 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે આવતા મહિને પ્રવાસે જશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ બાદમાં રમાશે. પ્રથમ ટેસ્ટની તારીખ ભારતીય ક્રિકેટ માટે ખાસ છે, કારણ કે સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ શરૂ થવાનો આ માત્ર બીજો પ્રસંગ બનશે.

ભારતની ટેસ્ટ મેચ 15 ઓગસ્ટે શરૂ થશે

આ પહેલા માત્ર એક જ વખત ભારતની ટેસ્ટ મેચ 15 ઓગસ્ટે શરૂ થઈ હતી. વર્ષ 2014માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ 15 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. હવે 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે.

2014ની ટેસ્ટમાં ભારતની થઈ હતી હાર

જોકે, 2014ની તે ટેસ્ટ ભારત માટે યાદગાર રહી નહોતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારત માત્ર 148 રનમાં સમેટાઈ ગયું હતું. જવાબમાં ઈંગ્લેન્ડે 486 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટિંગ નિષ્ફળ રહી હતી અને ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતને એક ઇનિંગ અને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગાલેમાં જીત મેળવવા ટીમ ઈન્ડિયા તૈયાર

આ વખતે ભારતીય ટીમ તે ખરાબ યાદોને પાછળ છોડીને નવી શરૂઆત કરવા ઉતરશે. ગાલેની સ્પિનને અનુકૂળ પિચ પર ભારતીય બેટ્સમેન અને સ્પિનરોની કસોટી થશે. બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતની નજર ઈતિહાસ બદલવા પર

ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા ચાર દિવસની વોર્મ-અપ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચ 7 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે, જેથી ખેલાડીઓને સ્થાનિક પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મળી શકે. ત્યારબાદ ટીમ ગાલે જશે, જ્યાં 15 ઓગસ્ટે પ્રથમ ટેસ્ટ સાથે શ્રેણીની શરૂઆત થશે. ભારતની નજર આ વખતે ઈતિહાસ બદલવા અને જીત સાથે અભિયાન શરૂ કરવા પર રહેશે.

ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં હાર બાદ આ 3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી થશે છૂટ્ટી!

Follow Us
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">