AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો હતા સવાર

Breaking News : ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો હતા સવાર

| Updated on: Sep 13, 2026 | 11:45 AM
Share

દિલ્હીથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ સુરત પહોંચવાની હતી, પરંતુ શહેરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનની સ્થિતિને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવું મુશ્કેલ બન્યું હતું.

સુરતમાં ભારે વરસાદના કારણે હવામાન ખરાબ થતાં હવાઈ સેવા પર પણ તેની અસર જોવા મળી છે. ખરાબ હવામાનને કારણે સુરત એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ શક્ય ન બનતાં દિલ્હીથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, દિલ્હીથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ સુરત પહોંચવાની હતી, પરંતુ શહેરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનની સ્થિતિને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવું મુશ્કેલ બન્યું હતું.

એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવું મુશ્કેલ બન્યું

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને સુરતના બદલે અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચ્યા બાદ મુસાફરોની સ્થિતિ અને આગળની વ્યવસ્થા અંગે એરલાઈન્સ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ફ્લાઈટને ફરી સુરત લાવવામાં આવે તેવી શક્યતા

સુરતમાં હવામાન સામાન્ય થયા બાદ અને એરપોર્ટ પર લેન્ડિંગ માટેની સ્થિતિ અનુકૂળ બન્યા પછી આ ફ્લાઈટને ફરી સુરત લાવવામાં આવે તેવી શક્યતા છે. ભારે વરસાદને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે હવાઈ મુસાફરી પર પણ અસર પડી રહી છે.

ફ્લાઈટ ડાયવર્ટ થતાં મુસાફરોને તેમના અંતિમ ગંતવ્ય સુધી પહોંચવામાં થોડો વિલંબ થઈ શકે છે. સુરત એરપોર્ટ પર હવામાનની સ્થિતિ સુધરે અને લેન્ડિંગ માટે જરૂરી પરિસ્થિતિ સામાન્ય બને ત્યારબાદ ફ્લાઈટને અમદાવાદથી સુરત મોકલવામાં આવે તેવી શક્યતા છે. એરલાઈન્સ તરફથી મુસાફરોને આગળની ફ્લાઈટ અને મુસાફરી અંગે જરૂરી માહિતી આપવામાં આવશે.

Breaking News : લાંબા વિરામ બાદ મેઘ મહેર.. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">