નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બનાવવા માટે ગુજરાતના આ ગામમાંથી આવે છે માટી, કારણ છે ખાસ
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 241 રનનો ટાર્ગેટ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. તો આજે આપણે ઓસ્ટ્રેલિયાએ જે પીચ પર ટ્રોફી જીતી તેના વિશે વાત કરીશું.

ભારતીય ટીમ પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની શાનદાર તક હતી. તે ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તે જીતવાથી ચૂકી ગઈ હતી. હાર બાદ ટીમ ઈન્ડિયામાં નિરાશા છે. ખેલાડીઓ માટે આ મોટો ઝટકો છે. ટીમ ઈન્ડિયા આખી ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતી. તેણે તમામ 10 મેચ જીતી હતી,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાય હતી. આ મેચ પર આખા વિશ્વની નજર હતી. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ લાલ માટી ગુજરાતના નવસારીના એક નાનકડા ગામડામાંથી આવે છે.

તમામ ક્રિકેટ મેચમાં પીચ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. જો સારી પીચ હોય તો મેચનો રોમાંચ પણ એટલો સુંદર રહે છે. ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ જે પીચ પર રમાય હતી. તે પીચ બનાવવામાં ઉપયોગ થયેલી લાલ માટી નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામમાંથી લઈ આવવામાં આવે છે.

નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામમાં ખેડુતની લાલ માટી ક્રિકેટ જગતમાં ખુબ પ્રસિદ્ધ છે. આ માટીનો ઉપયોગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ બનાવવા માટે કરવામાં આવે છે.

આ માટીની વિશેષતા એ છે કે, તે પીચને મજબૂત બનાવે છે. જો પીચ અન્ય કોઈ માટીથી બનેલી હોય તો પીચમાં તિરાડ પડવા લાગે છે. પરંતુ આ લાલ માટીથી બનેલી પીચોમાં બહુ ઓછી તિરાડો પડે છે.






































































