IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે અને બધાની નજર આ સિરીઝ પર રહેશે કે કોણ બનશે સિક્સર કિંગ.


ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે બુધવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે તાજેતરમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. હવે શ્રીલંકા સામે પણ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા પણ એવું જ ઈચ્છશે. બંને ટીમો આ સીરીઝ જીતવા માટે લડશે, પરંતુ બંને ટીમના ખેલાડીઓ પણ અલગ જ લડાઈ કરતા જોવા મળશે. આ લડાઈ સિક્સરની લડાઈ છે.

બંને દેશો વચ્ચે T20માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કુશલ પરેરાના નામે છે. પરેરાએ ભારત સામે નવ મેચ રમી છે જેમાં કુલ 14 સિક્સર ફટકારી છે.

ભારતના નવા કેપ્ટન રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. જો કે રોહિત અને પરેરાના નામે 14-14 સિક્સર છે, પરંતુ રોહિત પરેરા કરતા વધુ મેચ રમ્યો છે. રોહિતે શ્રીલંકા સામે 15 મેચમાં આ 14 સિક્સર ફટકારી છે. રોહિત આ સિરીઝમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવન ત્રીજા નંબર પર છે. જોકે, ધવન આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. તેણે શ્રીલંકા સામે 12 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનો ભાગ ભજવનાર યુવરાજ સિંહ આ મામલે ચોથા નંબર પર છે. યુવરાજે 2009થી 2016 દરમિયાન શ્રીલંકા સામે નવ ટી-20 મેચ રમી અને 11 સિક્સર ફટકારી.

કેએલ રાહુલ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ પ્રવાસમાં 10-10 સિક્સર ફટકારી છે. રાહુલે શ્રીલંકા સામે રમાયેલી આઠ મેચમાં જ્યારે દાસુને 15 મેચમાં આટલી સિક્સ ફટકારી છે. રાહુલ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નથી. આવામાં દાસુન તેને પાછળ છોડી શકે છે.

































































