6,6,0,6,6,6,6,6… માત્ર 8 બોલમાં 7 સિક્સ ફટકારી 29 બોલમાં 65 રન બનાવી ઈતિહાસ રચ્યો
કેરેબિયન પ્રીમિયર લીગ 2025ની 19મી મેચમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના બેટ્સમેન કિરોન પોલાર્ડે સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં કુલ 7 સિક્સર ફટકારી હતી

કેરેબિયન પ્રીમિયર લીગમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન કિરોન પોલાર્ડની વિસ્ફોટક સ્ટાઈલ ફરી એકવાર જોવા મળી હતી.

વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડ ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે પરંતુ લીગ ક્રિકેટમાં તેનું બેટ હજુ પણ શાનદાર ચાલી રહ્યું છે. કેરેબિયન પ્રીમિયર લીગ 2025ની 19મી મેચમાં કિરોન પોલાર્ડએ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા તોફાની ઈનિગ્સ રમી હતી.

આ મેચમાં પોલાર્ડે સિક્સનો વરસાદ કર્યો હતો અને 8 બોલમાં 7 સિક્સ ફટકારી બધાને હેરાન કરી દીધા હતા.પોલાર્ડે 21 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. એક ઓવરમાં 3 સિક્સ ફટકારી હતી. કુલ 29 બોલમાં 65 રન બનાવ્યા હતા. આ ઈનિગ્સમાં 2 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ છે.

પોલાર્ડની આ શાનદાર ઈનિગ્સના કારણે ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. પોલાર્ડે સિવાય નિકોલસ પુરને 38 બોલમાં 52 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ ડેરેન બ્રાવોએ 21 રન અને કોલિન મુનરોએ 17 રનનું યોગદાન આપ્યું હતુ.

કિરોન પોલાર્ડ હવે વેસ્ટ ઈન્ડિઝ માટે રમતો નથી, પરંતુ તેમણે આઈપીએલમાંથી સંન્યાસની પણ જાહેરાત કરી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં તે બેટિંગ કોચ તરીકે કાર્યરત છે.

કેરેબિયન પ્રીમિયર લીગમાં હજુ ઘણી મેચ બાકી છે અને આગામી સમયમાં પોલાર્ડ તરફથી વધુ વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળે તો નવાઈ નહીં.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
