IND vs ENG : ગિલ-ગંભીર માન્ચેસ્ટરમાં કરશે મોટો ફેરફાર, આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. લોર્ડ્સમાં હાર બાદ ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીવંત રાખવા માન્ચેસ્ટર ટેસ્ટમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે તે એક મોટો પ્રશ્ન છે. ચાલો ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.

લોર્ડ્સ ટેસ્ટ ભારતીય ક્રિકેટ ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછી નહોતી. જીતના ઉંબરે રહેલી ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. હવે માન્ચેસ્ટરનો વારો છે, જ્યાં 23 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે માન્ચેસ્ટર ટેસ્ટ કેવી રીતે જીતશું અને કયા ખેલાડીઓ પાસે તે મેદાન પર ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં રાખવાની તાકાત છે? જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટીમ ઈન્ડિયા આ મેચમાં મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં 2 થી 3 ફેરફારની ચર્ચા હતી, પરંતુ હવે ઈંગ્લેન્ડથી આવી રહેલા સમાચાર મુજબ, ટીમ ઈન્ડિયા ફક્ત એક ફેરફાર સાથે ચોથી ટેસ્ટ રમી શકે છે. આ ફેરફાર બેટિંગમાં હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહેલા કરુણ નાયરને ડ્રોપ કરવામાં આવી શકે છે અને તેના સ્થાને સાઈ સુદર્શનને તક મળી શકે છે. સાઈ સુદર્શને પહેલી ટેસ્ટ મેચ રમી હતી પરંતુ બંને ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ, તેને આગામી બે ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ. (All Photo Credit : PTI / Getty Images)
લોર્ડ્સમાં હાર બાદ ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીવંત રાખવા માન્ચેસ્ટર ટેસ્ટમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડોયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
