IND vs ENG : શુભમન ગિલનું બેટ ટેમ્બા બાવુમાના બેટ કરતા સસ્તું, જાણો કેટલી છે તેની કિંમત
શુભમન ગિલે લીડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને ઘણા ટીકાકારોને જવાબ આપ્યો છે. બાય ધ વે, શું તમે જાણો છો કે ગિલે જે બેટથી સદી ફટકારી હતી તેની કિંમત કેટલી છે? એટલું જ નહીં, શું તમે જાણો છો કે ગિલના બેટની કિંમત દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાના બેટ કરતાં પણ ઓછી છે?

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની પહેલી જ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદીમાં શુભમનની બેટિંગ સ્કિલની સાથે તેણી બેટનું મહત્વપૂર્ણ યોગદાન હતું. પરતું શું તમે જાણો છો ગિલ કઈ બેટથી રમે છે અને તેની કિંમત શું છે?

શુભમન ગિલ MRFના પ્રિન્સ બેટથી રમે છે. આ વર્ષે તેણે MRF સાથે એક કરાર કર્યો છે જેના હેઠળ તેને વાર્ષિક 10 કરોડ રૂપિયા મળતા હોવાનું જાણવા મળે છે. પરંતુ જો આપણે ગિલ દ્વારા ઉપયોગમાં લેવાતા બેટની કિંમત જોઈએ તો તે ખરેખર ખૂબ જ ઓછી છે.

બેટ કંપનીઓની વેબસાઈટ્સ અનુસાર, શુભમન ગિલના બેટની કિંમત 53,000 થી 55,000 રૂપિયાની વચ્ચે છે. જ્યારે ટેમ્બા બાવુમાની વાત કરીએ તો, તેનું બેટ ગિલ કરતા ઘણું મોંઘુ છે.

ટેમ્બા બાવુમા વિશે વાત કરીએ તો, તે DSCના બ્લેક એડિશન બેટથી રમે છે, જેની કિંમત 75,000 રૂપિયાથી વધુ છે. એટલે કે બાવુમાના બેટની કિંમત ગિલ કરતા લગભગ 20,000 રૂપિયા વધુ છે.

શુભમન ગિલના બેટની કિંમત જેટલી પણ હોય, તેનાથી તેની બેટિંગ સ્કિલમાં કોઈ ખાસ ફરક પડતો ન થી. ભારતીય કેપ્ટન હાલમાં જોરદાર ફોર્મમાં છે. કેપ્ટન બનતાની સાથે જ તેણે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી જે ખરેખર મોટી વાત છે. (All Photo Credit : PTI)
ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની પહેલી જ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
