Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: દિલ્હી કેપિટલ્સની આઇપીએલની આ સીઝનની પ્રથમ જીતમાં ડેવિડ વોર્નરે રચ્યો ઇતિહાસ, રોહિત શર્માને છોડયો પાછળ

આઇપીએલના ઇતિહાસમાં કોઇ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાની જો વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સના હાલના કેપ્ટન ડેવિડ વોર્નર ટોચ પર પહોંચી ગયો છે. વોર્નરે કેકેઆર સામેની મેચ વિનિંગ ઇનિંગમાં આ ઇતિહાસ રચ્યો હતો. વોર્નરે કેકેઆર સામે 57 રન બનાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 3:14 PM
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ગુરૂવાર રાત્રે આઇપીએલની 28મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે 57 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે હવે આઇપીએલમાં કોઇ એક ટીમ સામે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બની ગયો છે. નજર કરીએ ટોચના પાંચ બેટ્સમેનની લીસ્ટ પર.

1 / 6
1. ડેવિડ વોર્નર: ડેવિડ વોર્નેરે કેકેઆર સામે 27 મેચ રમી છે જેમાં તેમણે 1075 રન બનાવ્યા છે. વોર્નરે 44.79 ની એવરેજથી રન બનાવ્યા છે. વોર્નર આઇપીએલમાં દિલ્હી અને હૈદરાબાદ માટે રમ્યા છે.

2 / 6
2. રોહિત શર્મા: રોહિત શર્માએ કેકેઆર સામે 1040 રન બનાવ્યા છે. રોહિતે 32 મેચમાં 41.60ની એવરેજ સાથે આ રન બનાવ્યા છે. રોહિત આઇપીએલમાં અત્યાર સુધી હૈદરાબાદ અને મુંબઇ માટે રમ્યા છે.

3 / 6
3. શિખર ધવન : શિખર ધવને ચેન્નઇ સુપર કિંગ્સ સામે 28 મેચમાં 44.73 ની એવરેજ સાથે 1029 રન કર્યા છે. શિખર ધવન હાલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન છે. ધવને આઇપીએલમાં હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ અને પંજાબ માટે રમ્યો છે.

4 / 6
4. ડેવિડ વોર્નર: આ લીસ્ટમાં ચોથા નંબર પર છે ડેવિડ વોર્નર. વોર્નરે પંજાબ સામે 23 મેચમાં 50.25 ની એવરેજ સાથે 1005 રન કર્યા છે.

5 / 6
 5. વિરાટ કોહલી:  આ લિસ્ટમાં 5માં સ્થાને ભારતના દિગ્ગજ વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ 31 મેચમાં 37.88 ની એવરેજ સાથે 985 રન કર્યા હતા. વિરાટ કોહલીએ તમામ આઇપીએલ સીઝનમાં બેંગલોર તરફથી બેટીંગ કરી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">