ગંભીર-અગરકર-લક્ષ્મણ સાથે BCCIની મહત્વપૂર્ણ બેઠક, ટીમ ઈન્ડિયાના આ 5 મોટા મુદ્દાઓ પર થશે ચર્ચા
ગુરુવાર 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાનારી BCCIની બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયાની ફિટનેસથી લઈને આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને 2027 ODI વર્લ્ડ કપ સુધી, BCCIની મહત્વપૂર્ણ બેઠકમાં 5 મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ગંભીર, અગરકર અને VVS લક્ષ્મણની હાજરીમાં શું નિર્ણયો લેવાશે તેના પર ખાસ નજર રહેશે.

BCCI 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં એક બેઠક યોજાવાની છે. BCCI સચિવ દેવજીત સૈકિયા, ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા VVS લક્ષ્મણ પણ હાજર રહેશે. આ બેઠકનો મુખ્ય હેતુ ટીમ ઈન્ડિયાની વર્તમાન પરિસ્થિતિ અને તેની ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવાનો છે.

BCCI ની આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના ઈજાગ્રસ્ત ખેલાડીઓ પર ચર્ચા થવાની શક્યતા છે. તાજેતરમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ અને સેન્ટર ઓફ એક્સેલન્સ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં, ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાને કારણે બહાર છે. તેથી આ બેઠકમાં ખેલાડીઓની ફિટનેસ મુખ્ય મુદ્દો રહેશે.

મુંબઈમાં યોજાનારી BCCIની બેઠકમાં ભારતના UK પ્રવાસની પણ સમીક્ષા કરવામાં આવશે. ભારતને UK પ્રવાસમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ બેઠકમાં ટીમ ઈન્ડિયાની ભવિષ્યની યોજનાઓ પણ ચર્ચાનો મુખ્ય વિષય રહેશે, જેમાં આ વર્ષના ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ શ્રેણી અને ટુર્નામેન્ટની તૈયારીઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

મુંબઈમાં યોજાનારી BCCIની બેઠકમાં હાર્દિક પંડ્યાની ફિટનેસ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા એક વનડેમાં 5-6 ઓવરથી વધુ બોલિંગ કરી શકતો નથી. હાર્દિક ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે. જોકે, તેની ફિટનેસ મેનેજમેન્ટ અને પસંદગીકારો માટે ચિંતાનું કારણ બની છે.

બેઠકમાં પાંચથી છ ફાસ્ટ બોલરોને ન્યૂઝીલેન્ડ મોકલવાની શક્યતા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ટીમ મેનેજમેન્ટ પાંચથી છ ફાસ્ટ બોલરોને ન્યૂઝીલેન્ડ મોકલવાનું વિચારી રહ્યું છે, જેમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર, જસપ્રીત બુમરાહ અને આકાશદીપનો સમાવેશ થાય છે. બેઠકમાં આ બોલરોની ઉપલબ્ધતા, ફિટનેસ અને ટીમમાં ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. (PC: PTI)
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં એક જ સમયે રમશે ભારતની 2 ટીમો, ટેસ્ટ શ્રેણી પહેલા 3 મહત્વપૂર્ણ મેચો
