AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Agarkar, Team India Chief Selector: અજીત અગારકર માટે કપરો માર્ગ, આ 5 પડકારોનો કરવો પડશે સામનો

Ajit Agarkar Challenges as Chief Selector: મંગળવારે BCCI એ ટીમ ઈન્ડિયાના ચિફ સિલેક્ટર તરીકે અજીત અગારકરના નામનુ એલાન કર્યુ હતુ. નવા પસંદગીકાર સામે અનેક પડકાર છે અને જેને તેમણે કાર્યકાળ દરમિયાન પાર પાડવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 10:42 AM
Share
અજીત અગારકરના નામને લઈ પહેલાથી જ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ ટીમ ઈન્ડિયાના નવા ચિફ સિલેક્ટર હશે. BCCI એ ઈન્ટરવ્યુની પ્રક્રિયા બાદ આ જ નામને મંગળવારે રાત્રે જાહેર કર્યુ હતુ. પૂર્વ ઝડપી બોલર હવે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. જોકે તેમના કાર્યકાળનો માર્ગ આસાન નથી. તેમના માર્ગમાં અનેક પડકારો રહેલા છે, જે તેમણે પાર કરવાના છે. આ માટે જ BCCI એ તેમના પર પસંદગી ઉતારી છે.

1 / 7
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર પદે પસંદ થવા અગાઉ અજીત અગારકર IPL માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ હતા. અગારકર દિલ્હી કેપિટલ્સ ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયેલ હતા. હવે તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર છે. તેમની સામે 5 મોટા પડકાર છે.

2 / 7
સૌથી મોટો પડકાર તેમના માટે ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન પસંદ કરવાને લઈ છે. રોહિત શર્મા બાદ હવે તેનુ સ્થાન કોણ સંભાળશે એ સવાલ થઈ રહ્યો છે અને તેનો ઉત્તર અગારકારે શોધવાનો છે. રોહિત શર્માની ઉંમર, ફિટનેસ અને ફોર્મને લઈ હવે તેના બાદ નવા કેપ્ટન તરીકેની પસંદગી કરવા માટે અગારકર સામે પડકાર રહેશે.

3 / 7
વર્કલોડ મેનેજમેન્ટ કરવુ પણ એક પડકાર છે. અગારકર સામે આ એક પડકાર છે જેને તેઓએ પાર પાડવો પડશે. ભારતીય ખેલાડીઓ હાલમાં ખૂબ ક્રિકેટ રમી રહ્યા છે. શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહે છે. આવી સ્થિતીમાં વર્કલોડ મેનેજ કરવો અઘરો છે. આગામી સમયમાં વિશ્વ કપ થી લઈને અનેક મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ હિસ્સો લેવાનો છે. આવી સ્થિતીમાં ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરીને ટીમના ખેલાડીઓને ફિટ અને મજબૂત રાખી શકાય છે.

4 / 7
ભારતીય ટીમને આગામી T20 વિશ્વ કપ માટે તૈયાર કરવાનો મોટો પડકાર રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આગામી ટી20 વિશ્વ કપ 2024 માટે ગત વર્ષની ટૂર્નામેન્ટ બાદ તુરત જ આ દીશામાં પ્લાનિંગ શરુ કરી દીધુ હતુ. જે હવે અજીત અગારકરે હવે મજબૂત ટીમ તૈયાર કરવાની જવાબદારી રહેશે.

5 / 7
અગારકરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક સિનિયર ખેલાડીઓ અગારકરના કાર્યકાળ દરમિયાન જ ટીમ ઈન્ડિયાથી વિદાય લઈ શકે છે. આવી સ્થિતીમાં ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવી રાખવા યુવા ખેલાડીઓને આગામી વિશ્વ કપ બાદ વધુ મોકો આપવામાં આવી શકે છે. આ સંતુલન જાળવવુ એક ચેલેન્જ રુપ છે. અગારકરે એક રણનિતી રુપ આ કાર્યવાહી કરવી પડશે.

6 / 7
વનડે વિશ્વ કપ અને એશિયા કપ આ મોટા પડકાર અજીત અગારકર સામે સૌથી પહેલા હશે. પદ સંભાળવા બાદ સૌથી પહેલુ કાર્ય અગારકરે  આ બંને મોટી ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરવાની છે. પહેલા એશિયા કપ રમાશે અને બાદમાં વનડે વિશ્વ કપ આ માટે તે ટીમની પસંદગી કરશે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">