દુનિયાના એવા દેશો કે જ્યાં ધરતી નીચે છુપાયેલું છે સોનું
દુનિયામાં કેટલાક દેશો એવા છે કે જ્યાં જમીન ખોદીએ તો સોનું મળી આવે. ખાસ વાત તો એ કે, સરકાર પણ જરૂર પડે ત્યારે જમીન ખોદીને સોનું નીકાળી શકે છે.

સાઉદી અરેબિયાના મક્કા મદીના ક્ષેત્રમાં પણ આવું જ કઈંક છુપાયેલું છે. વાત એમ છે કે, અહીંયા 'મહદ અલ ધહાબ' નામની ટેકરીમાં સોનાની ખાણ છુપાયેલી છે.

'મહદ અલ ધહાબ'ને 'સોનાની ખાણ' કહેવામાં આવે છે, જ્યાંથી ઉચ્ચ ગુણવત્તાનું સોનું કાઢવામાં આવે છે. આ વિસ્તાર સાઉદી અરેબિયાના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં સદીઓથી ખાણકામ ચાલી રહ્યું છે.

આ સિવાય અમેરિકામાં પણ કેન્ટુકી રાજ્યમાં સ્થિત 'ફોર્ટ નોક્સ' નામની ઇમારતમાં સોનાનો ખજાનો છુપાયેલો છે. આ જગ્યાને અમેરિકી ખજાનાની અસલી તિજોરી માનવામાં આવે છે.

ફોર્ટ નોક્સમાં આશરે 147 મિલિયન ઔંસ અથવા લાખો કિલો સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આને અમેરિકાનું સૌથી સુરક્ષિત સ્થળ પણ કહેવામાં આવે છે.

કોંગોમાં પણ પુષ્કળ પ્રમાણમાં સોનું મળી આવે છે. એક ખાસ જગ્યાની માટીમાં 60% થી 90% સોનું મળી આવે છે. ત્યાંના ગ્રામજનોએ ખોદકામ શરૂ કરી દીધું છે અને માટીમાંથી સોનું કાઢી રહ્યા છે.

વિશ્વમાં સોનાની માંગ ઝડપથી વધી રહી હોવાથી આવા ભંડાર જ દેશની તાકાત બને છે. આ જ કારણ છે કે, આ દેશો તેમના સોનાની ખૂબ કાળજીપૂર્વક સંભાળ રાખે છે.

સોનું ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તે હવે એક ધાતુ બનું ગયું છે જે દેશના અર્થતંત્રને ટેકો આપે છે. મુશ્કેલ પરિસ્થિતિના સમયે આ જ સોનાના પર્વતો કામમાં આવે છે. આ જ કારણ છે કે, દેશો તેને બેંકોમાં નહીં પણ જમીન નીચે સુરક્ષિત રાખે છે.

જો તમને લાગે છે કે સોનું ફક્ત બજારમાંથી જ ખરીદવામાં આવે છે, તો આ એક ચોક્કસ સત્ય નથી. ઘણા દેશો એવા છે કે જે જરૂર પડે ત્યારે પોતાની જમીન ખોદીને અબજો રૂપિયાનું સોનું કાઢે છે. ટૂંકમાં જોઈએ તો, આ જ એક 'સોનાની ખાણ' છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
