અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો આવી સામે, જુઓ
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ (Ali Fazal And Richa Chadha) બંનેએ લગ્ન કરી લીધા છે. લગ્નના તમામ ફંક્શન પણ પૂરા થઈ ગયા છે. હવે આ કપલ પોતાના લગ્નની યાદોને તસવીર દ્વારા સોશિયલ મીડિયા પર એક શેયર કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન થઈ ગયા છે, પરંતુ સ્ટાર્સના લગ્ન અને લગ્ન સાથે જોડાયેલી વિધિઓની ચર્ચા સતત થતી રહે છે.

આ દરમિયાન અલી ફઝલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુંબઈમાં થયેલા લગ્નના રિસેપ્શનની નવી તસવીરો તેના ફેન્સ સાથે શેયર કરી છે.

તસવીરમાં કપલ એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

શેયર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટ છે, કેટલીક તસવીરો કલરફુલ છે. પરંતુ તમામ તસવીરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલી કેટલીક તસવીરોમાં જોઈ શકાય છે કે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા તેમના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નને લગતા તમામ ફંક્શન્સ પૂરા થઈ ગયા છે. હવે આ નવું કપલ પોતાની યાદોને સોશિયલ મીડિયા પર તસવીરો દ્વારા શેયર કરી રહ્યા છે.