સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વિધિઓ આજથી શરુ, જાણો સંપત્તિના મામલે કોણ કોનાથી આગળ છે
Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. આજથી બંનેના લગ્નની વિધિઓ શરૂ થશે.

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, 7 ફેબ્રુઆરી સુધી સિદ્ધાર્થ -ક્યારીના લગ્નની તમામ વિધિ જેસલમેરના સૂર્યગઢમાં થશે.

સિદ્ધાર્થ અને કિયારા બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની ફેન ફોલોઈંગ પણ ખુબ છે. હવે જ્યારે બંને લગ્ન કરી રહ્યા છે, આવી સ્થિતિમાં, ચાહકો ચોક્કસપણે જાણવા માંગે છે કે નેટવર્થથી લઈને સોશિયલ મીડિયા સુધી, કયો સ્ટાર કોનાથી આગળ છે. ચાલો જાણીએ.

કિયારા અડવાણી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સિદ્ધાર્થ મલ્હોત્રા કરતાં આગળ દેખાય છે. 5 ફેબ્રુઆરીએ કિયારાના ઈન્સ્ટાગ્રામ પર 26.8 મિલિયન એટલે કે લગભગ બે કરોડ 68 લાખ ફોલોઅર્સ હતા. જ્યારે ફેસબુક પર 14 મિલિયન એટલે કે લગભગ 1 કરોડ 40 લાખ ફોલોઅર્સ છે. કિયારાના ટ્વિટર પર માત્ર 2.7 મિલિયન ફોલોઅર્સ છે.

સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર કિયારાની પાછળ દેખાય છે. અભિનેતાના ફેસબુક પર 13 મિલિયન ફોલોઅર્સ, ઇન્સ્ટાગ્રામ પર 22.4 મિલિયન અને ટ્વિટર પર 10.1 મિલિયન ફોલોઅર્સ છે.

નેટવર્થની દૃષ્ટિએ સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા કરતાં ઘણો આગળ છે. celebritiesworth.com અનુસાર, સિદ્ધાર્થની કુલ સંપત્તિ 10 મિલિયન ડોલર એટલે કે 82 કરોડથી વધુ છે. બીજી તરફ, કિયારાની કુલ સંપત્તિ માત્ર 25 કરોડ રૂપિયા છે.