Rihanna અને ASAP Rockyના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થઈ, સિંગરે આપ્યો ત્રીજા બાળકને જન્મ, જુઓ ક્યુટ ફોટો
સિંગર રીહાના અને રૈપર રોકીના ઘરે કિલકારી ગુંજી છે. આ વર્ષે મેટ ગાલામાં રીહાનાએ પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની જાહેરાતનો ખુલાસો કર્યો હતો. હવે આ કપલે બેબીના આવવાની ખુશી ચાહકો સાથે શેર કરી છે.

સિંગર રીહાના અને રેપર ASAP રોકીએ 13 સપ્ટેમ્બરના રોજ એક બાળકીનું સ્વાગત કર્યું છે, રીહાનાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. આ ગુડ ન્યુઝ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા. ત્યારબાદ બંન્નેને ચાહકો શુભકામના પાઠવી રહ્યા છે.

આ પહેલા કપલને 2 દીકરા હતા. રિહાનાના પહેલા દીકરાનું નામ આરજેડએ છે. જેનો જન્મ વર્ષ 2022માં થયો હતો. બીજા દીકરાનું નામ રાયટ છે. જેનો જન્મ 2023માં થયો હતો.

સિંગર રીહાના અને રેપર ASAP રોકીએ દીકરીનું નામ રૉકી આયરિશ મેયર્સ રાખ્યું છે. રિહાનાએ તેની દીકરી સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટો સાથે નાના બોક્સિંગ ગ્લવ્સ પણ જોવા મળી રહ્યા છે.

રિહાના અને રોકીની પહેલી મુલાકાત વર્ષ 2012માં એમટીવી મ્યુઝિક વીડિયો એવોર્ડના રિહર્સલ દરમિયાન થઈ હતી. જ્યારે બંન્ને રિહાનાના ગીત કોકિનેસના રિમિકસ પર પર્ફોમન્સ આપ્યું હતુ.

અહીથી તેની મિત્રતા શરુ થઈ હતી. 2013માં રોકી તેના ડાયમંડ વર્લ્ડ ટુરમાં સામેલ થયો હતો. આ જ વર્ષે રિહાનાએ પણ તેના મ્યુઝિક વીડિયો ફેશન કિલ્લામાં જોવા મળી હતી. 2024માં રિહાનાએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. કે, તેની રોમેન્ટિક રિલેશનશિપ 2019ના અંતમાં શરુ થઈ હતી. આજે 3 બાળકોની માતા છે.

રિહાનાને ફરીથી માતા બનવા બદલ અભિનંદન મળી રહ્યા છે. કેટલાક લોકોએ આ નામ પર ટિપ્પણી કરી છે, જેમાં લોકો કહે છે કે, પરિવારમાં દરેક વ્યક્તિનું નામ R થી શરૂ થાય છે.

રોબિન રિહાના ફેન્ટીનો જન્મ ફેબ્રુઆરી 20, 1988ના રોજ થયો છે, તે એક બાર્બાડિયન ગાયિકા, બિઝનેસવુમન અને અભિનેત્રી છે. જ્યારથી તે જામનગરમાં આવી છે ત્યારથી તેના લોકો વધારે ઓળખી રહ્યા છે.

રિપોર્ટ મુજબ પોપસ્ટાર રિહાનાને જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ સેરમનીમાં માટે મોટી ફી આપવામાં આવી હતી. જે સાંભળી તમે પણ ચોંકી જશો. તેમને અંદાજે 66 થી 74 કરોડ રુપિયાની ફી આપવામાં આવી હતી.
ખટારા ભરીને જામનગરમાં લગ્નમાં આવનારી રિહાના 2 બાળકોની છે માતા, આવો છે પરિવાર અહી ક્લિક કરો
