પ્રિયંકા ચોપરાએ હોલિવૂડ એક્ટર રિચર્ડ મેડન સાથે મુંબઈમાં એક ઈવેન્ટમાં આપી હાજરી, આ સિરીઝમાં સાથે જોવા મળશે
Priyanka Chopra And Richard Madden : પ્રિયંકા ચોપરાએ હોલીવુડ એક્ટર રિચર્ડ મેડેન સાથે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. ટૂંક સમયમાં બંનેની સીરિઝ સિટાડેલ રિલીઝ થવા જઈ રહી છે.

Priyanka Chopra And Richard Madden : પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી તેની આગામી હોલીવુડ સીરિઝ સિટાડેલને લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં તે એક્ટર રિચર્ડ મેડન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Citadel 28 એપ્રિલથી OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે, જેના માટે સ્ટારકાસ્ટે હવે પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું છે. પ્રિયંકા અને રિચર્ડે ગયા દિવસે ધ એશિયા પેસિફિક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

સિટાડેલને લઈને આ પ્રેસ કોન્ફરન્સમાંથી બંનેની તસવીરો સામે આવી છે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. સાથે જ રિચર્ડ પણ ખૂબ જ ડેશિંગ દેખાતો હતો.

પ્રિયંકાએ આ ઈવેન્ટમાં ગોલ્ડન ફ્લોર લેન્થ ગાઉન પહેરીને હાજરી આપી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જ્યારે રિચર્ડ મેડેન બ્લેક ટી-શર્ટ સાથે બ્લુ સૂટ-પેન્ટમાં જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે સિટાડેલ એક એક્શન સીરિઝ છે, જેમાં પ્રિયંકા પણ એક્શનથી ભરપૂર અવતારમાં જોવા મળશે. તે રુસો બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. સિરીઝનો એક એપિસોડ 28 એપ્રિલથી 26 મે સુધી દર અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે.