Kiara Advani Photo : ‘કિયારાએ કેટરિનાના પેટ પર મારી લાત’, મેન્ગો સ્લાઈસ બનીને બતાવ્યો અંદાજ
Kiara Advani Photo : લગ્ન બાદ અભિનેત્રી કિયારા અડવાણીની સુંદરતા નીખરી છે. કિયારાએ તેના લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કિયારાએ યલો ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લુક આપ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના લગ્ન બાદ કિયારા અડવાણીનું નસીબ ચમકી ગયું છે. કિયારા કેટરિનાને છોડીને સ્લાઈસની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. કિયારાએ પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે.

કિયારા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કિયારાએ ખૂબ જ સુંદર પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે, જેમાં કિયારા ખૂબ જ આકર્ષક અને બોલ્ડ લાગી રહી છે.

કિયારાએ પીળા ઓફ શોલ્ડર ટોપ અને સ્કિન ટાઈટ સ્કર્ટ પહેર્યું છે. આ સ્કર્ટ અને ટોપ દેખાવમાં જેટલા સુંદર છે તેટલા જ મોંઘા પણ છે. કિયારાના આ ડ્રેસની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.

કિયારાનો આ ડ્રેસ ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ ડાયોન લી નો છે. આ સિંપલ દેખાતા બ્રાલેટની કિંમત 57 હજાર રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે અને સ્લિટ સ્કર્ટની કિંમત 71 હજારથી વધુ છે. સંપૂર્ણ ડ્રેસની કિંમત 1 લાખ 20 હજારથી વધુ છે.

સિદ્ધાર્થ-કિયારાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતા. બંનેની જોડી પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. કિયારાએ પોતાની સાદગી અને સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. હવે અભિનેત્રીના ચહેરા પર લગ્ન પછીની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે.