દીકરાએ કર્યા 3 વખત લગ્ન, પિતાએ દીકરા સાથે કરી છેલ્લી ફિલ્મ, આવો છે સુનિલ દત્તનો પરિવાર
સુનિલ દત્તનું નામ બલરાજ દત્ત હતું, અને તેમનો જન્મ પિતા દિવાન રઘુનાથ દત્ત અને માતા કુલવંતી દેવી દત્તને ઘરે થયો હતો.સુનિલ દત્તને એક નાનો ભાઈ, સોમ દત્ત અને એક નાની બહેન, રાજ રાની બાલી હતી.સુનિલ દત્તના પિતાનું મૃત્યુ પાંચ વર્ષના હતા ત્યારે થયું. ભારતના ભાગલા સમયે સુનિલ દત્ત 18 વર્ષના હતા, સુનિલ દત્તના પરિવાર વિશે જાણો.

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનય માટે પ્રખ્યાત આ પીઢ અભિનેતા આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના દરેક પાત્રના આજે પણ ચાહકો છે. સુપરસ્ટારનો પુત્ર આજે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે.

સુનીલ દત્તના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

સુનીલ દત્તે 1955માં 'રેલ્વે પ્લેટફોર્મ'થી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને ઘણી ફિલ્મોમાં જુદા જુદા પાત્રો ભજવીને પોતાનું નામ બનાવ્યું.આજે અમે તમને અભિનેતામાંથી રાજકારણી બનેલા સુનીલ દત્તની છેલ્લી ફિલ્મ વિશે જણાવીશું.

જેનું નામ 'મુન્ના ભાઈ એમબીબીએસ' છે. આ કોમેડીથી ભરપૂર ફિલ્મમાં ઘણા ઈમોશનલ દ્રશ્યો પણ છે. આ ફિલ્મમાં સુનિલ દત્તે સંજય દત્તના પિતા હરિ પ્રસાદની ભૂમિકા ભજવી હતી. સ્ટોરીથી લઈને આ ફિલ્મની સ્ટાર કાસ્ટ સુધી, દરેક વસ્તુએ લોકોના દિલ જીતી લીધા છે. 'મુન્ના ભાઈ એમબીબીએસ'નું દિગ્દર્શન રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ વિધુ વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું.

IMDb મુજબ, સુનીલ દત્તની છેલ્લી ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' એ કુલ 25 એવોર્ડ જીત્યા હતા. તે વર્ષ 2003 ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ. 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 34.82 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને IMDb પર 10 માંથી 8.1 રેટિંગ મળ્યું હતું.

સુનીલ દત્ત જેમનું સાચું નામ બલરાજ દત્ત હતું, તેમનો જન્મ 6 જૂન 1929 ના રોજ પંજાબના ઝેલમ જિલ્લામાં થયો હતો. તેમના પિતા દિવાન રઘુનાથ દત્ત અને માતા કુલવંતી દેવી દત્ત હતા.

સુનીલ દત્તે 1958માં નરગીસ દત્ત સાથે લગ્ન કર્યા, તેમને ત્રણ બાળકો હતા સંજય, પ્રિયા અને નમ્રતા.

સુનિલ દત્તના પિતાનાએક મુસ્લિમ મિત્રએ તેમના આખા પરિવારને બચાવ્યો, અને તેમને સુરક્ષિત રીતે ભારતમાં સ્થળાંતર કરવામાં મદદ કરી હતી. સુનિલ દત્તના પરિવાર વિશે જાણો.

સુનિલ દત્ત થોડા સમય માટે લખનૌ રહ્યા હતા. ત્યારબાદ તેઓ બોમ્બે ગયા, જ્યાં તેમણે બોમ્બે યુનિવર્સિટીની જય હિંદ કોલેજમાં અભ્યાસ કર્યો અને બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ વિભાગમાં નોકરી કરી હતી. તે 1954 માં ઇતિહાસમાં બેચલર ઓફ આર્ટસ ડિગ્રી (ઓનર્સ) સાથે સ્નાતક થયા.

સુનીલ દત્તે ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને ફિલ્મી કારકિર્દી પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. સુનીલ દત્તની પર્સનલ લાઈફ સાથે પ્રોફેશલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે.

બોલિવૂડ સ્ટાર સંજય દત્તના માતા-પિતા નરગીસ અને સુનીલ દત્ત પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાંના એક રહ્યા છે.

સંજય દત્ત સુપ્રસિદ્ધ અભિનેતા સુનીલ દત્ત અને નરગીસનો પુત્ર છે અને ત્રણ દાયકાથી વધુ સમયથી બોલિવૂડનો ભાગ છે.

સંજય તેની માતાની ખૂબ નજીક હતો અને તેના માતાપિતા બંનેને ખૂબ પ્રેમ કરતો હતો. સંજયના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને આ સમય દરમિયાન તેનો પરિવાર તેના માટે મજબૂત દિવાલની જેમ ઉભો રહ્યો છે.

તેના માતાપિતા ઉપરાંત, તેની બંને બહેનોએ પણ સંજયને ઘણો ટેકો આપ્યો છે. બોલિવુડમાં આવતા પહેલા સંજય દત્ત બસ ડિપોમાં કામ કરતા હતા.

સંજય દત્તના પિતા સુનીલ દત્તનો પણ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ચાર્મ હતો. તેમણે પોતાના પાત્રોથી લોકોના દિલ જીતી લીધા અને એક અલગ જ ચાહક વર્ગ બનાવ્યો. સંજય દત્ત જ્યારે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારે તેમને તેમના પિતાના ચાહકોનો પણ સંપૂર્ણ ટેકો મળ્યો હતો.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુનીલ દત્તનું 25 મે 2005ના રોજ મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતુ.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































