IIFA 2022: IIFA એવોર્ડ્સમાં સેલિબ્રિટીઝ રેડને બદલે ગ્રીન કાર્પેટ પર કેમ ચાલે છે? 15 વર્ષ પહેલા આ કારણે બદલાયો કાર્પેટનો રંગ
દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આઈફા એવોર્ડનું (IIFA Awards) આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ ફંક્શનમાં પર્યાવરણને બચાવવા રેડ કાર્પેટને બદલે ગ્રીન કાર્પેટનો ઉપયોગ 2007થી કરવામાં આવે છે.

દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આઈફા એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આઈફા 2022નું આયોજન 4 જૂને અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. એવોર્ડનું નામ સાંભળતા જ મગજમાં રેડ કાર્પેટ પર ચાલતી સેલિબ્રિટીઝની તસવીર ઉભરી આવે છે. પણ અહીં એવું બિલકુલ નથી. અહીં સેલિબ્રિટીઓ રેડ પર નહીં પણ ગ્રીન કાર્પેટ પર વોક કરે છે. આનું પણ એક કારણ છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

કાર્પેટનો રંગ લાલથી લીલા કરવાનો નિર્ણય 15 વર્ષ પહેલાં આઈફા એટલે કે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં લેવામાં આવ્યો હતો. વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન પ્લાનેટનો સંદેશ આપવા માટે તેનો રંગ બદલવામાં આવ્યો હતો. 2007માં યુકેના શેફિલ્ડમાં IIFAનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કાર્પેટનો રંગ પ્રથમ વખત બદલાયો હતો.

IIFAના આયોજકે કહ્યું, આ એવોર્ડ હંમેશા પર્યાવરણ માટે વધુ સારો સંદેશ આપવા માંગે છે. ફિલ્મ સ્ટાર્સ અને એવોર્ડ ચાહકો આ સંદેશને સમગ્ર વિશ્વમાં લઈ જવા માંગે છે. આઈફાની આ પહેલને સમગ્ર વિશ્વમાં સમર્થન મળ્યું હતું અને તેની ખૂબ ચર્ચા થઈ હતી.

IIFA એવોર્ડની શરૂઆત 22 વર્ષ પહેલા વિઝક્રાફ્ટ ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. 2000 માં લંડનમાં પ્રથમ IIFA એવોર્ડ્સ યોજાયો હતો. ત્યારપછી દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તેનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે.

આઈફા એવોર્ડ્સ અત્યાર સુધીમાં દુબઈ, બેંગકોક, ન્યુયોર્ક, કોલંબો, એમ્સ્ટરડેમ, મેડ્રિડ, ફ્લોરિડા, કુઆલાલંપુર અને મકાઉમાં યોજાયો છે. અભિનેતા સલમાન ખાન આ વર્ષે આઈફા એવોર્ડમાં હોસ્ટિગ કરી કરી રહ્યો છે.