વોક કરી રહેલી અભિનેત્રીને કારે હવામાં ઉછાળી, અભિનેત્રીના દાંત અને હાંડકા તૂટી ગયા !
બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી અકસ્માતનો શિકાર બની છે. અભિનેત્રીને કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. આ અકસ્માત દરમિયાન કેરી બર્નન્સના ઘણા હાડકા અને દાંત તૂટી ગયા હતા.

બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી માટે નવા વર્ષની શરુઆત સારી રહી નથી. અભિનેત્રીઓના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષ પર કેરી સાથે ગંભીર અકસ્માત થયો છે. આ વાતની જાણકારી કેરીની માતાએ સોશિયલ મડિયા પર ફોટો શેર કરીને આપી છે. અભિનેત્રીના ફોટો સામે આવ્યા બાદ સૌ કોઈ પરેશાન છે. તેની ગંભીર હાલત જોવા મળી રહી છે.

મળતી જાણકારી અનુસાર નવા વર્ષે 1 જાન્યુઆરી 2024ના રોજ કેરી સાથે અકસ્માત થયો હતો. આ હિટ એન્ડ રનનો મામલો કહેવામાં આવી રહ્યો છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેના શરીરમાં અનેક ફેક્ચર જોવા મળી રહ્યા છે દાંત અને હાડકાં તૂટી ગયા છે.

કેરીનો પરિવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપી રહ્યો છે. અભિનેત્રીની માતા પેટ્રિશિયા લીએ પણ હોસ્પિટલમાંથી તેના ફોટો શેર કર્યા છે. અભિનેત્રીના ચાહકો તેના સ્વાસ્થ થવા પર પ્રાર્થના કરી રહ્યા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે કેરી બર્નાન્સનો ચહેરો ખરાબ રીતે ઘાયલ છે અને તેના દાંતમાંથી લોહી નીકળે છે. બીજા ફોટોમાં અભિનેત્રી બેડ પર સૂતી જોવા મળે છે. તેના આખા હાથ પર ઇજાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.ફોટો શેર કરતાં અભિનેત્રીની માતા પેટ્રિશિયાએ લખ્યું, “તે હજુ પણ ખૂબ જ પીડામાં છે

કેરી મિત્રો સાથે વોક કરી રહી હતી આ દરમિયાન એક કારે તેને ટક્કર મારી હતી. કેરી બર્નાસની સારવાર ચાલી રહી હતી પરંતુ તેની આ હાલત જોઈને એ સ્પષ્ટ છે કે, તે હજુ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.
