Breaking News : પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી, જુઓ Video
પંચમહાલના પાવાગઢ મંદિર ખાતે માલવાહક રોપ-વેનો કેબલ તૂટવાની ઘટના બની છે. કેબલ તૂટતાં માલવાહક ટ્રોલી ટાવર સાથે અથડાઈ હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
પંચમહાલના સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં માલસામાન લઈ જતી રોપ-વે ટ્રોલીનો કેબલ તૂટી ગયો હતો. આ ઘટનાને કારણે માલવાહક ટ્રોલી નજીકના ટાવર સાથે જોરાકભેર અથડાઈ હતી. આ બનાવ સદનસીબે મોટી દુર્ઘટનામાં ફેરવાતો અટક્યો છે, કારણ કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. તમામ લોકો સુરક્ષિત હોવાના અહેવાલ છે.
આ ઘટનાએ પાવાગઢ ખાતેના રોપ-વેની સુરક્ષા વ્યવસ્થા અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કેબલ કેવી રીતે તૂટ્યો, તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી માનવીય બેદરકારી જવાબદાર છે, તે જાણવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓ તેમજ રોપ-વે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો ઘટનાની ગંભીરતાને સમજી રહ્યા છે અને બારીકાઈથી દરેક પાસાની તપાસ કરી રહ્યા છે. આ ક્ષતિ પાછળનું સાચું કારણ શોધવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે.
અમદાવાદીઓ માટે સોનું ખરીદવાનો અદ્ભુત મોકો!
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

