Breaking News: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો પાકિસ્તાનના મુલતાન સાથે શું સંબંધ છે?
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ આવતાં જ ક્રિકેટની અનેક યાદો તાજી થઈ જાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી એક વાત બહુ ઓછા લોકો જાણે છે. પાકિસ્તાનના શહેર મુલતાન સાથે ગંભીરનો ખાસ સંબંધ છે. આ કનેક્શનની કહાની 1947ના ભારતના ભાગલા સાથે જોડાયેલી છે. આખરે, શું છે આ રસપ્રદ કનેક્શન અને કેવી રીતે જોડાયું ગંભીરનું નામ? ચાલો જાણીએ.

'મુલ્તાન', આ પાકિસ્તાની શહેરનું નામ સાંભળતા જ વીરેન્દ્ર સેહવાગ યાદ આવે છે, જેણે ત્યાં ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ સેહવાગના ઓપનિંગ સાથીદાર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલ કોચ ગૌતમ ગંભીરનું પણ મુલ્તાન સાથે ખાસ કનેક્શન છે.

ગૌતમ ગંભીરનો પાકિસ્તાનના શહેર મુલતાન સાથે પારિવારિક સંબંધ છે.

ગૌતમ ગંભીરના દાદા મુલતાનના હતા. ગૌતમ ગંભીરના પૂર્વજોનું ઘર મુલતાનમાં છે.

1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન ગૌતમ ગંભીરના દાદા મુલતાન છોડીને દિલ્હી આવ્યા હતા.

ગૌતમ ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર, 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીર કાપડનો બિઝનેસ ચલાવે છે.

ટીમ ઈન્ડિયાએ મુલતાનમાં મેચ રમી છે, પરંતુ ગૌતમ ગંભીરને ક્યારેય મુલતાનમાં રમવાની તક મળી નથી. એ છોડો ગૌતમ ગંભીર પાકિસ્તાનમાં પણ ક્યારેય રમ્યો નથી.

ગૌતમ ગંભીર ભલે પાકિસ્તાનમાં ન રમ્યો હોય, પરંતુ તે પાકિસ્તાન સામે ખૂબ રમ્યો છે.

ગૌતમ ગંભીરે પાકિસ્તાન સામે 28 આંતરરાષ્ટ્રીય મેચોમાં 875 રન બનાવ્યા છે. 28 મેચોમાં ચાર ટેસ્ટ, 19 ODI અને પાંચ T20Iનો સમાવેશ થાય છે. (PC: PTI/Getty)
આ ટીમ છે કે દુનિયાના સૌથી ઊંચા ફાસ્ટ બોલરોનું ઘર ? 6 ફૂટ 5 ઇંચથી વધુ હાઈટના 5 બોલર એક જ ટીમમાં
