AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ, 10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યો

Breaking News : વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ, 10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2026 | 2:26 PM
Share

વડોદરાના નવલખી પર VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું હતુ.અખાદ્ય સ્થિતિમાં રાખેલા ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો હતો.ફ્રિજમાંથી આશરે 10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યો હતો.

નવરાત્રીનું આજે પાંચમું નોરતું છે. ત્યારે અનેક શહેરોમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટા શહેરોમાં લોકો મોડી સાંજ સુધી ગરબા રમતા હોય છે. ત્યારે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવતા ગરબામાં ફુડ સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. વડોદરા શહેરની ગરબી ખુબ ફેમસ છે. ત્યારે વડોદરાના નવલખી પર VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે પાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું હતુ. આ દરમિયાન મોટુ માત્રામાં અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

પાપડીના લોટનો તાત્કાલિક નાશ

ફૂડ સ્ટોલ પર લાયસન્સ અને રજિસ્ટ્રેશનની તપાસ હાથ ધરાઈ હતી.સ્ટોલમાં રાખવામાં આવેલા કાચા માલ અને તૈયાર ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરવામાં આવી હતી.અસ્વચ્છ સ્થિતિમાં રાખેલા ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સ્ટોલ સંચાલકોને કન્ટેનર બદલવાની સૂચના અપાઈ હતી.ફ્રિજમાંથી આશરે 10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યો હતો. આ પાપડીના લોટનો તાત્કાલિક નાશ કરાયો હતો.

10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યોફૂડ સ્ટોલ પર લાયસન્સ અને રજિસ્ટ્રેશનની પણ ચકાસણી કરાઈ હતી. તેમજ ફૂડ સ્ટોલ સંચાલકોને કન્ટેનર બદલવાની સૂચના અપાઈ છે.

ફૂડ વિભાગની કાર્યવાહી

નવરાત્રીના પર્વને લઈને મહેસાણા ફૂડ વિભાગની કાર્યવાહી પણ સામે આવી હતી. જિલ્લામાં મીઠાઈ અને ફરસાણ વેચતા એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 20 સ્થળોએ ચકાસણી કરાઈ હતી.અખાદ્ય તેલ ચટણી અને પાણીપુરીના પાણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.વિવિધ 18 પેઢીઓમાંથી 34 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.જય ખોડીયાર સ્વીટમાર્ટને ગંદકી બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. સોનલ બેકરી અને સ્વીટમાર્ટમાંથી અખાદ્ય ફરસાણનો જથ્થો નાશ કરાયો હતો.

 

Breaking News : અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">