Breaking News : સુરતમાં અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
સુરતમાં અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો છે. કુખ્યાત આરોપી મહોમ્મદ આમિર ખાનની ધરપકડ કરવામાં આવી છે. 5 હજાર રૂપિયામાં ખોટું પ્રમાણપત્ર બનાવી આપ્યુ હતુ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાંથી નકલી પ્રમાણપત્રનું કૌંભાડ ઝડપાયું છે. અફઘાની નાગરિકને ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવી આપનાર વોન્ટેડ આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી સાજુદ્દીન ઉર્ફે અગાજાન શમશોદ્દીન સૈયદને ઝડપી પાડ્યો છે. આ બનાવમાં પોલીસે અગાઉ મોહમદ આમીર જાવીદ ખાનને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી અફઘાની નાગરિકને ખોટું જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. જે ખોટું જન્મ પ્રમાણપત્ર હાલ પકડાયેલ આરોપીએ રૂપિયા 5000માં બનાવી આપ્યું હતુ. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.
નકલી પ્રમાણપત્રનું કૌંભાડ ઝડપાયું
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આવા નકલી પ્રમાણપત્ર કેટલા લોકોને બનાવી આપ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ અફઘાની વ્યક્તિ ભારતમાં સ્થાયી થવા માંગતો હતો. આ માટે તેમણે અગાજન શમશોદ્દીનો સંપર્ક કર્યો હતો. પહેલી વખત નથી કે, નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઝડપાયો. આ પહેલા પણ આરોપી પોલીસના હાથે આવી ચૂક્યો હતો.
ફાટેલી નોટ ક્યાં બદલાવી ? નોટ જેટલી તૂટેલી હશે, એટલા જ ઓછા મળશે રૂપિયા? જાણો કઈ નોટ બદલાશે અને કઈ નહીં અહી ક્લિક કરો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
