આ સ્ટ્રીટ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે છે હેલ્ધી, નિષ્ણાતોએ પણ ડાયટમાં સામેલ કરવાની આપી સલાહ
સ્ટ્રીટ ફૂડને હંમેશાં અનહેલ્ધી માનવું યોગ્ય નથી. કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ યોગ્ય રીતે તૈયાર કરીને ખાવામાં આવે તો તે શરીરને ઊર્જા આપવા અને જરૂરી પોષક તત્ત્વો મેળવવામાં મદદરૂપ બની શકે છે.

સ્ટ્રીટ ફૂડનું નામ સાંભળતાં જ ઘણા લોકોને લાગે છે કે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જોકે, દરેક વખતે આવું હોતું નથી. કેટલાક સ્ટ્રીટ ફૂડ એવા પણ છે, જેને યોગ્ય રીતે તૈયાર કરીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. (Image Source | iStock)

ભેળપૂરી: ભેળપૂરીમાં મમરા, ડુંગળી, ટામેટાં, કાકડી, કોથમીર અને લીંબુ જેવી વસ્તુઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. નિષ્ણાતોના મતે, મમરામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે. ભેળપૂરીને વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં સેવ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. (Image Source | iStock)

ઇડલી-સાંભાર: ઇડલી વરાળથી પકવવામાં આવે છે. તેથી તેને તળવાની જરૂર પડતી નથી. બીજી તરફ, સાંભારમાં વપરાતી દાળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી ફાઇબર મળે છે. ઇડલી ખાતી વખતે સાંભારનું પ્રમાણ યોગ્ય રાખવું જોઈએ. જેથી શરીરને વધુ પોષક તત્ત્વો મળી શકે. (Image Source | iStock)

સ્પ્રાઉટ્સ અને ચણા ચાટ: ચણા અને ફણગાવેલા અનાજમાંથી પ્રોટીન, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્ત્વો મળે છે. તેમાં ડુંગળી, ટામેટાં, કાકડી, લીંબુ અને લીલી કોથમીર ઉમેરીને તેનો સ્વાદ અને પોષક મૂલ્ય વધારી શકાય છે. (Image Source | iStock)

રોસ્ટેડ કોર્ન:રોસ્ટેડ કોર્ન ખાવું પણ એક સારો વિકલ્પ બની શકે છે. મકાઈમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર તેમજ કેટલાક વિટામિન અને ખનિજ તત્ત્વો હોય છે. તેને લીંબુ અને હળવા મસાલા સાથે ખાઈ શકાય છે. (Image Source | iStock)

પૌંઆ: પૌંઆ હળવો અને સરળતાથી પચી શકે એવો નાસ્તો છે. તેમાં ડુંગળી, વટાણા, ગાજર, લીંબુ અને કોથમીર ઉમેરીને તેનું પોષક મૂલ્ય વધારી શકાય છે. પોહામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીરને ઊર્જા આપે છે. તેને ઓછા તેલમાં તૈયાર કરવામાં આવે તો તે સવારના નાસ્તા અથવા સાંજના હળવા નાસ્તા માટે સારો વિકલ્પ બની શકે છે. (Image Source | iStock)

આ ખાદ્યપદાર્થો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ત્યારે જ બની શકે છે, જ્યારે તેને સ્વચ્છ જગ્યાએ તૈયાર કરવામાં આવે, યોગ્ય રીતે રાંધવામાં આવે અથવા બાફવામાં આવે અને તાજી, સ્વચ્છ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે. તેથી સ્ટ્રીટ ફૂડ ખાતી વખતે સ્વચ્છતા અને ખોરાક બનાવવાની રીતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Health Tips : ડાયાબિટીસનું જોખમ ઘટાડવું છે ? જમ્યા પછી માત્ર 10 મિનિટ કરો આ કામ, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા
