Gujarati cinemaનું વધુ એક પીછું ખર્યુ, ગુજરાતી અભિનેત્રી ‘હેપ્પી’ની અણધારી વિદાયથી લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું, ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી આપી હતી હિટ ફિલ્મો

નામ પ્રમાણે ખુશમિજાજ રહેનારા અને હસમુખો સ્વભાવ ધરાવનારા એવા ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસારનું (Happy Bhavsar) ફેફસા કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. જેના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 12:07 PM
નામ પ્રમાણે ખુશમિજાજ રહેનારા અને હસમુખો સ્વભાવ ધરાવનારા એવા ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસારનું (Happy Bhavsar) ફેફસા કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. જેના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

નામ પ્રમાણે ખુશમિજાજ રહેનારા અને હસમુખો સ્વભાવ ધરાવનારા એવા ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસારનું (Happy Bhavsar) ફેફસા કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. જેના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

1 / 7
'પ્રિત પિયુને પાનેતર' નાટક ફેમ જાણીતા ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું (Happy Bhavsar) ખૂબ જ નાની વયે ફેફસાના કેન્સરના કારણે નિધન (Happy Bhavsar passed away) થયું છે. તેઓની ઉંમર માત્ર 45 વર્ષની જ હતી.

2 / 7
હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમજ થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત એચ. કે. આર્ટ્સ કોલેજથી કરી હતી. એ સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા ત્યારે હેપ્પી ભાવસારે પણ તેઓની સાથે નાટકો કરવાની શરૂઆત કરી હતી.

3 / 7

હેપ્પી ભાવસાર ગુજરાતી સિરિયલ, નાટકો અને ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે. તેઓએ 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયર (Premji: Rise of a Warrior) થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ, મૃગતૃષ્ણા તેમજ 'મહોતું' અને '21મું ટિફિન' જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી છે.

4 / 7
હેપ્પી ભાવસાર કે જેઓનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે તેવા મૌલિક નાયક સાથે લગ્ન થયા હતા. મૌલિક નાયક કે જેઓ તેઓની એક્ટિંગ ઉપરાંત ફિલ્મોમાં તેમની કોમીક ટાઈમિંગ અને સોશ્યલ મીડિયામાં હસાવી-હસાવીને લોટપોટ કરી દે એવા વીડિયોઝ માટે પણ જાણીતા છે.

5 / 7
હેપ્પી ભાવસારે હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને લોકોએ તેમનાં અભિનયના પણ સારા એવાં વખાણ કર્યા છે. હેપીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. થોડાં સમય પહેલાં જ તેઓએ પોતાના શ્રીમંતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

6 / 7
હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની 'શ્યામલી' ફિલ્મથી કર્યો હતો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું.
શ્યામલી બાદ હેપ્પી ભાવસાર મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલોમાં કામ કરી ચૂક્યા છે. તમને કદાચ નવાઇ લાગશે કે 'પ્રિત પિયુને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું હતું તે એક સમયે તેઓના મમ્મી પણ ભજવતા હતા.

હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની 'શ્યામલી' ફિલ્મથી કર્યો હતો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું. શ્યામલી બાદ હેપ્પી ભાવસાર મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલોમાં કામ કરી ચૂક્યા છે. તમને કદાચ નવાઇ લાગશે કે 'પ્રિત પિયુને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું હતું તે એક સમયે તેઓના મમ્મી પણ ભજવતા હતા.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">