Gujarati News » Photo gallery » Cinema photos » Get a close up look at the beautiful wedding dress worn by Kiara Advani Discover the designer, style, and details of this gorgeous gown news in Gujarati
સિદ્ધાર્થ – કિયારાના લગ્નના વેડિંગ ડ્રેસમાં રોમન આર્કિટેક્ચરની ઝલક, સ્વારોવસ્કી અને સોનાના તારથી ડ્રેસ કર્યો તૈયાર
Sidharth kiara wedding outfits : સિદ્ધાર્થ અને કિયારા અડવાણીનો વેડિંગ ડ્રેસ ખૂબ જ ખાસ હતો. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ બંનેના વેડિંગ લુકને અલગ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. લહેંગામાં પ્યોર સ્વારોવસ્કી વર્ક કરવામાં આવ્યું છે, જ્યારે સિદ્ધાર્થની શેરવાનીમાં સોનાના તારનું કામ કરવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બાદ બંનેની સુંદર તસવીરોએ ધૂમ મચાવી દીધી છે. સિડ-કિયારાના વેડિંગ કપલમાં રોમન ડિટેલિંગની ઝલક જોવા મળે છે, જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.
1 / 5
કિયારાના લહેંગા વિશેની વિગતો શેર કરતાં મનીષ મલ્હોત્રાએ લખ્યું - 'તેના લહેંગામાં રોમન આર્કિટેક્ચરનું જટિલ ભરતકામ છે, જે નવા કપલના પ્રેમથી પ્રેરિત છે. અસલી સ્વારોવસ્કી સ્ફટિકોથી સુશોભિત કર્યું છે.
2 / 5
કિયારાની જ્વેલરી વિશે મનીષ મલ્હોત્રાએ જણાવ્યું કે, અભિનેત્રીએ હીરાના ઘરેણાંથી તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કિયારાની જ્વેલરીમાં અલ્ટ્રા-ફાઇન હેન્ડકટ હીરાથી બનેલા દુર્લભ ઝામ્બિયન પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3 / 5
સિદ્ધાર્થની શેરવાનીને રોયલ લુક આપવામાં આવ્યો છે. સિદ્ધાર્થની શેરવાનીમાં ગોલ્ડ જરદોશી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આમાં ક્લાસિક સિગ્નેચર, હાથીદાંતના દોરાના કામ અને સુંદર હસ્તકલાનું કામ ઉમેરાયું છે.
4 / 5
મનીષ મલ્હોત્રાએ તેના માટે પરંપરાગત દેખાવમાંથી કંઈક અલગ જ સિલેક્ટ કર્યું છે. મનીષ મલ્હોત્રાએ પોલકી જ્વેલરી સાથે સિદ્ધાર્થનો લુક પૂર્ણ કર્યો હતો. જેના કારણે તેને ખૂબ જ રોયલ લુક આપવામાં આવ્યો હતો.