Priyanka Chopra Photos: બ્લેક બોડીકોન આઉટફિટમાં પ્રિયંકા ચોપરાએ જીત્યું ફેન્સનું દિલ, જુઓ તસવીરો
બોલિવુડથી લઈને હોલિવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ તે ઓલ બ્લેક આઉટફિટમાં સિટાડેલ સિરીઝનું પ્રમોશન કરતી જોવા મળી હતી.


ઘણી મહેનત પછી 'દેશી ગર્લને હોલિવુડમાં પ્રોજેક્ટ્સ મળ્યા છે. હોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે એક્ટ્રેસને વર્ષો સુધી રાહ જોવી પડી હતી. (Credit : Priyanka Chopra Instagram)

ફાઈનલી એ દિવસ આવી ગયો, એક્ટ્રેસની 'સિટાડેલ' ટૂંક સમયમાં રિલીઝ થશે. પ્રિયંકા ચોપરા સિરીઝના પ્રમોશનમાં બિઝી છે. (Credit : Priyanka Chopra Instagram)

ઓલ બ્લેક લુકમાં પ્રિયંકા ચોપરાએ 'સિટાડેલ'નું પ્રમોશન કરવા પહોંચી હતી. સિટાડેલ 2 એ જાસૂસોની વાર્તા છે. આ જાસૂસી સિરીઝ એમેઝોન પ્રાઈમ પર 28 એપ્રિલે રિલીઝ થશે. (Credit : Priyanka Chopra Instagram)

બોડીકોન આઉટફિટમાં 'દેશી ગર્લ'ની શાનદાર સ્ટાઈલ જોવા મળી છે. પ્રિયંકા ચોપરા અવાર-નવાર લાઈમલાઈટમાં રહે છે. (Credit : Priyanka Chopra Instagram)

ફિલ્મો અને શૂટિંગમાંથી ટાઈમ મળે ત્યારે એક્ટ્રેસ ફેમિલી સાથે જ જોવા મળે છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. (Credit : Priyanka Chopra Instagram)

































































