Kajol Rani Mukerji Net Worth : રાની મુખર્જી કે કાજોલ બંન્ને બહેનોમાંથી કોણ પૈસાદાર છે, જાણો
કાજોલ અને રાની મુખર્જી બંન્ને બોલિવુડની ટોપ અભિનેત્રી રહી ચૂકી છે. આજે અમે તમને હિટ ફિલ્મો આપનાર બોલિવુડ અભિનેત્રી બહેનોની નેટવર્થ વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ કે, બંન્ને બહેનોમાંથી કણો પૈસાદાર છે.

બોલિવુડની 2 અભિનેત્રીઓ કાજોલ અને રાની મુખર્જી વચ્ચે એક ખાસ સંબંધ છે.બંને પિતરાઈ બહેન છે. શરૂઆતથી જ બંનેના ઘરમાં ફિલ્મી વાતાવરણ હતું. કાજોલના પિતા શોમુ મુખર્જી દિગ્દર્શક હતા. જ્યારે તેની માતા તનુજા ફેમસ અભિનેત્રી છે. તો રાની મુખર્જીના પિતા પણ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા.

બંન્ને બહેનોએ બોલિવુડમાં અભિનેત્રી તરીકે એક મોટું નામ બનાવ્યું છે. જ્યારે પોતાના કરિયરમાં તેમણે ખુબ પૈસા પણ કમાયા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, કાજોલ અને રાની મુખર્જી બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે.

કાજોલે પોતાનું બોલિવુડ કરિયરની શરુઆત 1992માં ફિલ્મ બેખુદીથી કરી હતી. હવે 51 વર્ષની ઉંમરમાં પણ કાજોલ ફિલ્મોમાં એક્ટિવ છે. તો 1996માં બંગાળી સિનેમાથી ડેબ્યુ કરનારી રાની મુખર્જીએ બોલિવુડ ડેબ્યુ વર્ષ 1997માં કર્યું હતુ. રાની મુખર્જી હવે 47 વર્ષની થઈ ચૂકી છે. તે હવે ફિલ્મો દુનિયાથી દુર છે.

રાની મુખર્જીને ફિલ્મી દુનિયામાં અભિનેત્રી તરીકે કામ કર્યાના 29 વર્ષ થઈ ચૂક્યા છે. પોતાના અંદાજે 3 દશકના કરિયરમાં તેમણે ગુલામ કુછ કુછ હોતા હૈ,ચલતે ચલતે, હમ તુમ, બંટી ઔર બબલી, મર્દાની, તલાશ, હિચકી અને મર્દાની-2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

હવે રાની મુખર્જી મર્દાની-3માં જોવા મળશે. જે આગામી વર્ષે રિલીઝ થવાની છે. અભિનેત્રીના નેટવર્થની જો આપણે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ તે અમદાજે 206 કરોડ રુપિયાની સંપત્તિની માલકિન છે. એક ફિલ્મ માટે રાની મુખર્જી અંદાજે 7 કરોડ રુપિયાનો ચાર્જ વસુલે છે.

છેલ્લા 33 વર્ષથી બોલિવુડમાં કામ કરી રહેલી કાજોલે પોતાના 3 દશકથી વધારે કરિયરમાં બાજીગર, કુછ કુછ હોતા હૈ, કરણ અર્જુન, યે દિલ્લગી, દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, ગુપ્ત,ઈશ્ક, પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર તો હોના હી થા, ફના, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન,દિલવાલે, જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજોલની નેટવર્થની જો આપણે વાત કરીએ તો તે અંદાજે 250 કરોડ રુપિયાની માલકિન છે. પૈસાદાર મામલે કાજોલ પોતાની બહેન રાની થી ખુબ આગળ છે.
સસરા અને પિતા હતા ડાયરેક્ટર અને પતિ ડિરેક્ટર, અજય દેવગન છે જીજાજી, આવો છે અભિનેત્રીનો પરિવાર અહી ક્લિક કરો
