China : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, ચારે તરફ સર્જાયા તબાહીના દ્રશ્યો
ચીનના (China ) હેનાન (province of Henan) પ્રાંતમાં ભારે વરસાદના પગલે પૂરની (Floods) સ્થિતી સર્જાઇ છે. અહીં પૂરના કારણે હમણાં સુધીમાં 12 જેટલા લોકોના મૃત્યુ નોંધાયા છે

ચીનના (China Floods) હેનાન પ્રાંતમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતી સર્જાઇ

અહીં પૂરના કારણે હમણાં સુધીમાં 12 જેટલા લોકોના મૃત્યુ નોંધાયા છે

હેનાના પ્રાંતના ઝેંગ્ઝો (Zhengzhou) શહેરમાં મંગળવારે સાંજે 5 વાગ્યે સુધી 24 કલાકમાં રેકોર્ડ 457.5 મિલીમીટર (18 ઇંચ) વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં વીજળી ડૂલ થઇ ગઇ છે

સમગ્ર શહેરના તમામ રસ્તા પૂરને કારણે પાણીમાં ડૂબી ગયા છે જેને લઇને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ઝેંગ્ઝો રેલવે સ્ટેશન પર 160 થી વધુ ટ્રેન્સને રોકી દેવામાં આવી તેમજ એરપોર્ટ પરથી 260 જેટલી ઉડાનો રદ્દ કરવામાં આવી

પૂરના કારણે સબ વેના ટ્રેક પર પાણી ભરાઇ જવાથી કેટલાક યાત્રીઓ ટ્રેનમાં જ ફસાયા

પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂની ટીમ કામગીરી કરી રહી છે

પાણીનું સ્તર વધી જતા લોકો અને તેમના વહાનો રસ્તા વચ્ચે ફસાયા