Phone પર કેવું કવર લગાવવું જોઈએ, સસ્તું કે મોંઘુ ? શું તેની મોબાઈલ પર કોઈ અસર પડી શકે ચાલો જાણીએ
કેટલાક 100 રૂપિયાનું સસ્તું કવર ખરીદે છે, જ્યારે કેટલાક બ્રાન્ડેડ અને મોંઘા કવર ખરીદે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણા ફોનમાટે આપણે કેવું કરવ લેવું જોઈએ ? અને સૌથી મહત્વની વાત એ છે કે, શું ફોન કવરનો મોબાઇલના પ્રદર્શન અથવા બેટરી પર કોઈ પ્રભાવ પડે છે?

આજકાલ, આપણે ફોન ખરીદવામાં જેટલા પૈસા ખર્ચીએ છીએ, તેના રક્ષણ પર ધ્યાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. મોબાઇલ કવર એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ ખરીદે છે. કેટલાક 100 રૂપિયાનું સસ્તું કવર ખરીદે છે, જ્યારે કેટલાક બ્રાન્ડેડ અને મોંઘા કવર ખરીદે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણા ફોનમાટે આપણે કેવું કરવ લેવું જોઈએ ? અને સૌથી મહત્વની વાત એ છે કે, શું ફોન કવરનો મોબાઇલના પ્રદર્શન અથવા બેટરી પર કોઈ પ્રભાવ પડે છે?

જો તમે પણ આવા પ્રશ્નોથી પરેશાન છો, તો અહીં તમને દરેક પ્રશ્નનો જવાબ મળશે. આ પછી, તમે નક્કી કરી શકશો કે કયું કવર તમારા માટે સારું સાબિત થઈ શકે છે.

તમારે મોબાઈલ માટે TPU, સિલિકોન, હાઇબ્રિડ, શોકપ્રૂફ કવર લેવા જોઈએ છે. તે ફોનને દરેક ખૂણાથી કવર કરે છે. તેમાં શોક ઓબ્ઝોબિંગ ટેકનોલોજી છે. આવા કરવ વોટરપ્રૂફ, મેગ્નેટિક અથવા સ્ટેન્ડ સાથે આવે છે. આ કવર સૌથી સારા હોય છે.

સસ્તા કવર ફોનને પ્રોટેક્ટ કરે છે? 100-200 વાળા કવર સ્થાનિક બજાર અથવા ઓનલાઈન વેબસાઇટ્સ પર સરળતાથી ઉપલબ્ધ હોય છે તે પ્લાસ્ટિક અથવા રબર મટિરિયલથી બનેલું છે. ડિઝાઇન સારી છે પણ તે ફોનને રક્ષણ ઓછું આપે છે. પડી જવાના કિસ્સામાં તે વધુ સલામતી પૂરી પાડી શકતું નથી. એટલું જ નહીં, તે ઝડપથી ઘસાઈ જાય છે અથવા તૂટી પણ જાય છે.

મોંઘા વરક ફોનને પ્રોટેક્ટ કરે છે? : 300થી 2000ના બ્રાન્ડેડ કંપનીઓ જેમ કે સ્પિજેન, રિંગકે, યુએજી, વગેરે કંપનીના કવર થોડો મોંઘા હોય છે પણ આ કવર મજબૂત અને ટકાઉ હોય છે. આ તમામ કવર TPU, સિલિકોન, હાઇબ્રિડ, શોકપ્રૂફ હોય છે. આ કવર થોડા મોંઘા જરુર હોય છે પણ તે ફોનને રક્ષણ આપે તેવા હોય છે.

ફોન કવરને કારણે મોબાઇલ પરફોર્મન્સ પર અસર પડે ? કેટલાક સસ્તા અને જાડા કવર ફોનની ગરમીને બહાર નીકળવા દેતા નથી, જેના કારણે ફોન ઝડપથી ગરમ થાય છે અને બેટરીને અસર થઈ શકે છે.

આ સાથે જો કવર ખૂબ જાડું હોય, તો વાયરલેસ ચાર્જિંગ યોગ્ય રીતે કામ કરતું નથી. તેથી, હંમેશા એવું કવર ખરીદો જે કંપનીના મતે વાયરલેસ ચાર્જિંગ સુસંગત હોય.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
