‘ચકડા એક્સપ્રેસ’ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટમાં લાગી રહી છે ખૂબ જ સુંદર, જુઓ PHOTOS
અભિનેત્રી અનુષ્કા શર્મા એ'ચકડા એક્સપ્રેસ' ફિલ્મ સાઈન કરી છે, જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.


વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ અનુષ્કા શર્મા ફરી બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. અભિનેત્રીએ તેના પરિવારની સંભાળ રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તેણે 'ચકડા એક્સપ્રેસ' ફિલ્મ સાઈન કરી છે જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.

અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરીને આ લેટેસ્ટ ફોટોશૂટ વિશે જણાવ્યુ હતુ.આ અગાઉ અનુષ્કાએ 'ચકડા એક્સપ્રેસ' ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો.

આ સીનમાં અનુષ્કા વેબટૂન કેરેક્ટર જેવી લાગે છે, શોર્ટ બોબ હેરડાઈ અનુષ્કાને સારી લાગી રહી છે,તેનો આ લુક જોઈને તેના ફેન્સ પણ દિવાના થઈ જશે.

તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'હું સારી રીતે દિવાની છું,દરેક ફોટોશૂટ માટે સારી લાઇટિંગ જરૂરી છે. તમને શું લાગી રહ્યુ છે કે અમે તેના પરથી નજર હટાવી શકતા નથી ?'

અભિનેત્રીની આ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તમને જણાવી દઈએ કે,આ ફિલ્મ માટે તે ગ્રાઉન્ડ પર ખૂબ જ મહેનત કરતી જોવા મળી હતી.
Latest News Updates
Related Photo Gallery






































































