ના હોય ! 100 રૂપિયામાં સપનાનું ઘર ? મિડલ ક્લાસ લોકો માટે આ સપનું હવે હકીકત બનશે, બસ તક ના ચુકતા
હાલની તારીખમાં કોઈપણ ઘર ખરીદવું હોય તો આપણે 100 વિચાર કરીએ છીએ. ઘરના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે અને મિડલ ક્લાસ લોકો માટે ઘર ખરીદવું હવે એક સપના બરાબર છે.

અત્યારના સમયમાં ઘર ખરીદવું એ એક સપના જેવું થઈ ગયું છે. હાલના સમયમાં ફ્લેટની કિંમત જ અંદાજિત 50 થી 60 લાખને પાર પહોંચી છે. એવામાં જો તમને કોઈ એમ કહે કે, આ જગ્યા પર માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે, તો તમે શું કરશો?

હવે 100 રૂપિયામાં ઘર મળતું હોય તો સ્વાભાવિક છે કે, તમે તરત જ ઘર ખરીદશો અને તેને લઈને યોગ્ય પ્લાનિંગ પણ કરી નાખશો. હવે આ ઘર લેવા માટે તમારે શું-શું ધ્યાન રાખવું તે અંગે ચાલો વિગતવાર સમજી લઈએ.

વાત એમ છે કે, ફ્રાન્સના એમ્બર (એમ્બર્ટ) નામના નાના શહેરમાં તમારું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. જો કે, આ માટે કેટલીક શરતો છે કે જે તમારે પૂરી કરવી પડશે. જણાવી દઈએ કે, આ શરતો પૂરી કરવી ખૂબ જ સરળ છે.

ફર્સ્ટ-ટાઈમ હોમ બાયર્સ: આ યોજના માત્ર એમના માટે છે કે જેમણે ક્યારેય ઘર ખરીદ્યું ન હોય. જો તમારી પાસે પહેલેથી જ ઘર છે અથવા તો બીજું ઘર લેવા ઈચ્છો છો, તો તમે આ સ્કીમને યોગ્ય પાત્ર નથી.

રહેવું ફરજિયાત, નહીતર દંડ લાગશે: અહીં ફક્ત ઘર ખરીદવું જ પૂરતું નથી, તમારે ત્યાં ઓછામાં ઓછા 3 વર્ષ સુધી રહેવું પણ ફરજિયાત છે. જો તમે આ શરત ન માનો તો સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી પાછી લઈ લેવામાં આવશે અને તમને દંડ પણ ભરવો પડી શકે છે. સૌથી મોટી વાત, તમે આ ઘરને ભાડે પણ આપી શકતા નથી.

રીનોવેશન બનશે તકલીફ: હવે ખર્ચની વાત કરીએ તો, મોટાભાગના ઘરોની હાલત ખૂબ જ ખરાબ છે. સમસ્યાઓ પર નજર કરીએ તો ઘરમાં છત તૂટી ગયેલી, દીવાલો નબળી, વાયરિંગ અને પાણીની લાઈનો બગડેલી છે. આ તમામ વસ્તુઓ પર આપણે ખર્ચો કરવો પડી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં તમારે રિનોવેશન પ્લાન અને ટાઈમલાઇન પણ જમા કરાવવી પડશે. ટૂંકમાં કહીએ તો, તમને ₹100માં ઘર મળી શકે છે પરંતુ તેને રહેવા લાયક બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડશે.

એેમ્બર એ એકમાત્ર શહેર નથી કે જે આવી યોજના લઈને આવ્યું છે. ઇટલી, સ્પેન અને યુરોપના અનેક નાના શહેરો પણ પોતાની ઘટતી વસ્તીને રોકવા માટે આવી જ '1 યુરો હાઉસ સ્કીમ' ચલાવી ચૂક્યા છે.

આ યોજના જેટલી રોમાંચક લાગે છે એટલી જ પડકારજનક છે. જો તમે આ પડકારને અવસરમાં ફેરવી શકતા હોય તો આ સ્કીમ ખાસ તમારા માટે જ છે. જો યોગ્ય પ્લાનિંગ હોય, તો ઓછી કિંમતે યુરોપમાં ઘર ખરીદવાનું સપનું હકીકત બની શકે છે.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.
