Budget 2025 : પોસ્ટ ઓફિસ સ્ટ્રક્ચરમાં થશે મોટો ફેરફાર…બજેટમાં નાણામંત્રીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ રજૂ કર્યું. તેમણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ દરમિયાન, નાણામંત્રીએ ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના વિસ્તરણ વિશે વાત કરી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ રજૂ કર્યું. તેમણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ દરમિયાન, નાણામંત્રીએ ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના વિસ્તરણ વિશે વાત કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટને એક મુખ્ય જાહેર લોજિસ્ટિક્સ સંગઠનમાં પરિવર્તિત કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ લોજિસ્ટિક્સ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પોસ્ટ વિભાગ 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને 2.4 લાખ પોસ્ટલ કર્મચારીઓના વિશાળ નેટવર્ક સાથે ગ્રામીણ અર્થતંત્ર માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે.

ગ્રામીણ વિસ્તારોમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), કેશ-આઉટ સુવિધા અને EMI પિકઅપ જેવી સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ કોઈને પણ અલગ બેંક ખાતાની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જેની પાસે આધાર કાર્ડ છે. તે બેંક સેવાઓનો લાભ મેળવી શકે છે. ટપાલ કર્મચારીઓની મદદથી ગામડાના લોકો પણ ઘરે બેઠા પૈસા ઉપાડી અને જમા કરાવી શકે છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.

































































