FirstCry ના IPO ની તારીખ થઈ ફાઇનલ, જાણો તે ક્યારે ખુલશે અને કંપની કેટલા નાણાં કરશે ભેગા?
Upcoming IPO : ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ FirstCry ની પેરેન્ટ કંપની બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિમિટેડ 6 ઓગસ્ટે તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. IPO ડોક્યુમેન્ટ્સ અનુસાર આ 3 દિવસનો IPO 8 ઓગસ્ટે બંધ થશે.

ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ FirstCry ની પેરેન્ટ કંપની બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિમિટેડ 6 ઓગસ્ટે તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. IPO ડોક્યુમેન્ટ્સ અનુસાર આ 3 દિવસનો IPO 8 ઓગસ્ટે બંધ થશે.

પુણે સ્થિત બ્રેઈનબિઝ સોલ્યુશન્સના પ્રસ્તાવિત ઈશ્યુમાં રૂપિયા 1,666 કરોડના નવા શેર અને 5.44 કરોડ શેરના વેચાણ માટે ઓફર (OFS)નો સમાવેશ થાય છે. IPO માટેની પ્રાઇસ રેન્જ ગુરુવારે જાહેર કરવામાં આવશે.

કંપનીના પરિણામો કેવા રહ્યા? : કંપનીએ નાણાકીય વર્ષ 2023 માં કામગીરીમાંથી રૂપિયા 5,632 કરોડની આવક નોંધાવી હતી. તેનું નુકસાન છ ગણાથી વધુ વધીને 486 કરોડ રૂપિયા થઈ ગયું છે.

નાણાકીય વર્ષ 2022માં તેની ખોટ 79 કરોડ રૂપિયા હતી. સોફ્ટબેંક-સમર્થિત યુનિકોર્નએ આવકમાં લગભગ 2.4 ગણી વૃદ્ધિ નોંધાવી છે પરંતુ નુકસાન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં ફાઈલ કરવામાં આવેલા નાણાકીય નિવેદનો અનુસાર નાણાકીય વર્ષ 2023માં ઉત્પાદનોના વેચાણથી થયેલી આવક કુલ ઓપરેટિંગ આવકના 98 ટકા એટલે કે રૂપિયા 5,519 કરોડ હતી.






































































