24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ, એક સાથે 406 જેલ કર્મચારીઓની બદલી
આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
ઓશિવારા પોલીસે દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ
ઓશિવારા પોલીસે મુંબઈ ઓશિવારા ગોળીબાર ઘટનાના સંદર્ભમાં અભિનેતા અને દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની ટીમે કેઆરકેની પૂછપરછ કરી હતી. કેઆરકેએ પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યાની કબૂલાત કરી હતી.
-
હિમાચલ પ્રદેશ: ભારે હિમવર્ષાને કારણે 565 રસ્તા બંધ
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 565 રસ્તા બંધ થઈ ગયા છે અને આશરે 4,800 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. હવામાન વિભાગે 24 અને 25 જાન્યુઆરીએ રાજ્યના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી છે.
-
-
જામનગર: કચરાના ઢગલામાં આગ ભભૂકી
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. મનપાની ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ. આગ લાગવાનું કારણ અકબંધ, કોઈ જાનહાની થઇ નથી.
-
દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો થયો , AQI 264
આજે, દિલ્હીનો AQI 264 છે, જે ખરાબ શ્રેણીમાં પણ આવે છે, પરંતુ પાછલા દિવસો કરતા સારો છે. વરસાદ અને ભારે પવનને કારણે AQIમાં થોડો સુધારો થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, AQI 440 પર પહોંચી ગયો હતો, પરંતુ હવામાનમાં ફેરફારને કારણે નોંધપાત્ર સુધારો થયો છે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા 18મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પીએમ મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
-
-
પતિરામ માંઝી સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા
ઝારખંડના ચૈબાસાના સારંડા જંગલોમાં 209 કોબ્રા, ચૈબાસા જિલ્લા પોલીસ અને ઝારખંડ જગુઆર દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પતિરામ માંઝી ઉર્ફે અનલ દા સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
-
ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ
ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ થયા છે. ગુજરાતભરમાં એક સાથે 406 જેલ કર્મચારીઓની બદલી થઇ છે. 26 જુનિયર ક્લાર્ક,68 હવાલદાર અને 312 સિપાઈની સાગમટે બદલી કરાઈ.
-
આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 24,2026 7:25 AM