AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 રન પર કેચ છોડવો નેપાળને પડ્યો ભારે, તિલક વર્માએ સદી ફટકારીને આપ્યો જડબાતોડ જવાબ

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઇન્ડિયા Aની શરૂઆત મુશ્કેલ રહી હતી. ટીમે 50 રન થાય તે પહેલાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિમાં કેપ્ટન તિલક વર્માએ જવાબદારી સંભાળી અને શાનદાર સદી ફટકારી. જોકે, તેની આ ઇનિંગની કહાનીમાં એક ખાસ વળાંક પણ હતો. માત્ર એક રનના સ્કોર પર મળેલા જીવનદાને મેચનું ચિત્ર બદલી નાખ્યું.

1 રન પર કેચ છોડવો નેપાળને પડ્યો ભારે, તિલક વર્માએ સદી ફટકારીને આપ્યો જડબાતોડ જવાબ
Tilak VarmaImage Credit source: X
| Updated on: Nov 20, 2026 | 8:43 PM
Share

ઈન્ડિયા A ના કેપ્ટન તિલક વર્માએ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની પહેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026માં તિલક વર્માએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર ઇનિંગ રમી અને સદી ફટકારી. ઈન્ડિયા A એ ગ્રુપ સ્ટેજ મેચમાં નેપાળ સામે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ જ્યારે બધાની નજર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા બેટ્સમેન પર હતી, ત્યારે તિલક વર્મા ચમક્યો. ઈન્ડિયા A એ 50 સુધી પહોંચતા પહેલા ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તિલક આ કેપ્ટનશીપ ઇનિંગ રમી અને સદી ફટકારી. કુમાર કુશાગ્રે પણ સદી ફટકારી.

અભિષેક, વૈભવ અને આયુષ ફ્લોપ

તિલક વર્માએ કતારમાં ચાલી રહેલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 ની પહેલી મેચમાં આ દમદાર સદી ફટકારી હતી. ઈન્ડિયા A નેપાળ સામે પ્રથમ બેટિંગ કરી હતી. બધાને અપેક્ષા હતી કે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી નેપાળી બોલરોને ધોઈ નાખશે. જોકે, પ્રથમ 10 ઓવરની કહાની અલગ હતી, અભિષેક, વૈભવ અને આયુષ બદોની બધા ફક્ત 42 રન બનાવીને આઉટ થઈ ગયા.

કેપ્ટન તિલક વર્માને મળ્યું જીવનદાન

કેપ્ટન તિલક વર્માએ ટીમની જવાબદારી સંભાળી અને તેને યુવા વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રનો ટેકો મળ્યો. જોકે, તિલકને ઇનિંગની શરૂઆતમાં જ જીવનદાન મળ્યું જ્યારે તે ફક્ત 1 રન પર હતો. આ પછી તિલક ક્રીઝ પર ટકી ગયો. જોકે, શરૂઆતમાં તે ખૂબ જ ધીમી બેટિંગ કરતો હતો, એક સમયે તેણે 53 બોલમાં ફક્ત 24 રન બનાવ્યા હતા.

તિલક વર્માએ સદી ફટકારી

આ સમયગાળા દરમિયાન કુમાર કુશાગ્ર ચોક્કસપણે રનની ગતિને આગળ ધપાવી રહ્યો હતો. જોકે, ધ્યાન ખેંચ્યા પછી તિલક પણ પોતાની ગતિ વધારી અને 77 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તેણે અનેક ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા અને 107 બોલમાં પોતાની સદી પૂરી કરી. લિસ્ટ A ક્રિકેટમાં આ તેમની સાતમી સદી હતી. તિલક આખરે 107 રન બનાવીને આઉટ થયા, પરંતુ ત્યાં સુધીમાં ભારત Aનો સ્કોર 283 સુધી પહોંચી ગયો હતો.

કુમાર કુશાગ્રે પણ શતકીય ઇનિંગ રમી

અગાઉ, યુવા બેટ્સમેન કુમાર કુશાગ્રે શાનદાર ઇનિંગ રમી હતી, તેણે માત્ર 93 બોલમાં સદી ફટકારી હતી અને 117 રન બનાવીને પૂર્ણ કર્યા હતા. કુશાગ્રે તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, તેણે કેપ્ટન તિલક વર્મા સાથે 206 રનની ભાગીદારી કરી હતી, જેણે ઇન્ડિયા A ની ઇનિંગને મજબૂત બનાવી હતી.

અભિષેક શર્માની પહેલી જ ODIમાં ફજેતી, 13 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">