Breaking News : 5 હજારના કમિશન માટે લાખોની નકલી નોટોનો ખેલ! અમદાવાદમાંથી 2 આરોપી ઝડપાયા,જુઓ Video
Ahmedabad News : અમદાવાદમાં નકલી ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસે ટ્રેપ ગોઠવી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં નાગપુરથી આંગડિયા મારફતે નાણા મંગાવનાર એક વેપારી સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આરોપીએ આ અગાઉ વેપારીને 40 લાખ રુપિયાની નકલી નોટો પધરાવી હતી.
અમદાવાદમાં નકલી ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસે ટ્રેપ ગોઠવી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં નાગપુરથી આંગડિયા મારફતે નાણા મંગાવનાર એક વેપારી સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આરોપીએ આ અગાઉ વેપારીને 40 લાખ રુપિયાની નકલી નોટો પધરાવી હતી.
ઘાટલોડિયા પોલીસે બે આરોપીને ઝડપ્યા
ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ટ્રેપ ગોઠવી આરોપી રાહુલ ઠાકુર અને માલચંદ શર્મા બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા તેમની પાસેથી ચિલ્ડ્રન બેંક સહિતની નકલી ચલણી નોટો મળી આવી હોવાનું જણાવાયું છે.
વેપારીને પધરાવી હતી 40 લાખની નકલી નોટ
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નાગપુરથી આંગડિયા મારફતે નાણા મંગાવનાર વેપારી સાથે આરોપીએ ઠગાઈ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર આરોપીઓ માત્ર 5 હજારના કમિશન માટે નકલી મોટોનો કારોબાર કરતા હતા. આ સમગ્ર નેટવર્કમાં કુલ પાંચ લોકોની સંડોવણી હોવાનું સામે આવતાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ કેસની તપાસ દરમિયાન આરોપીઓની કડી દિલ્હી અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યો સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. હાલ ઘાટલોડિયા પોલીસ સમગ્ર નેટવર્ક, તેમાં સામેલ અન્ય વ્યક્તિઓ અને નકલી નોટોના વ્યવહાર અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Girnar Lili Parikrama : 15 કલાક વહેલા ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, લાખો ભાવિકો ઉમટ્યા, જુઓ Video
અમદાવાદમાં લાખોની નકલી નોટો સાથે બે આરોપી ઝડપાયા,જુઓ Video
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ભયાનક અકસ્માતમાં 4નાં મોત, 3 ગંભીર! Video
MLA અરવિંદ લાડાણી પર યુવકને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીનો આરોપ
સુરતની હોજીવાલા મિલમાં ફરી આગ ભભૂકી, 12 કલાક બાદ ફરી ધુમાડા ! Video
